________________
Compodium of Jainism – Part (II)
બાજુ ઊભા રહેવું જોઈએ. હવે આપણે નીચેની ત્રણ અવસ્થા જેમાંથી અરિહંત ભગવાન પસાર થયા હતા તેના વિશે ચિંતન કરવું જોઈએ:
પિંડસ્થ અવસ્થા
સામાન્ય દેહધારી અવસ્થા
પદસ્થ અવસ્થા
કેવળજ્ઞાની ભગવાનની શરીરધારી અવસ્થા
રૂપાતીત અવસ્થા
મુક્તાત્મા
કોષ્ટકની D.3.E
D.3.4.1.4.5.1 પિંડસ્થ અવસ્થા
પિંડસ્થ અવસ્થામાં અરિહંત ભગવાનની નીચે મુજબની અવસ્થાનું ચિંતન કરવું જોઈએ:
D.3.4.1.4.5.1.1 જન્મ અવસ્થા (બાળક સ્વરૂપે)
હે પ્રભુ, જ્યારે તમે આ જન્મથી પૂર્વે ત્રીજા ભવમાં કરુણા અને દરેક જીવના આધ્યાત્મિક વિકાસની તીવ્ર ઈચ્છા સાથે તીર્થંકર નામકર્મ બાંધ્યું. જ્યારે તમે જન્મ્યા ત્યારે ૫૬ દીકકુમારીઓ અને ચોસઠ ઇન્દ્રોએ તમારો જન્મ મહોત્સવ કર્યો હતો .તમારી આસપાસ થતી આવી મહાન ઘટનાથી પણ તમે અભિમાન અનુભવ્યું નહિ એ તમારી મહાનતા અને નમ્રતા હતી.
D.3.4.1.4.5.1.2 રાજ્ય વ્યવસ્થા
હે ભગવાન તમે રાજકુમાર હતા, તમારી પાસે રાજવી સત્તા અને વૈભવ હતા. તે છતાં તમે તેના પ્રત્યે રાગ કે દ્વેષ ન અનુભવ્યો. તમે એક યોગીની જેમ અલિપ્ત હતાં. તમારા ત્યાગનો જય હો.
D.3.4.1.4.5.1.3 શ્રમણ અવસ્થા
હે મહાન પ્રભુ! તમે સંસારની સત્તા અને આરામને કોઇપણ ખચકાટ વગર છોડી દીધા અને તમે સાધુ બન્યા. ખૂબ જ કડવા અનુભવો અને ઉપસર્ગોની વચ્ચે તમે ખુબ જ સાહસી અને નીડર રહીને આધ્યાત્મિક વિકાસ કર્યો. ઘણી વખત તમે ખૂબ જ કઠિન એવા તપ કર્યા. તમે ઊંડા ધ્યાનમાં કેટલાય દિવસો સુધી ઉભા રહ્યા. આવું કરવાથી તમે તમારા ઘાતી કર્મોનો નાશ કર્યો. તમારા તપનો જય હો. તમારી વીરતાનો જય હો. તમારી સહનશીલતાનો જય હો.
D.3.4.1.4.5.2 પદસ્થ અવસ્થા
આ અવસ્થા માટે તમારે તીર્થંકરની જેમ જીવન વ્યવસ્થા ઉપર ચિંતન કરવું જોઈએ.
Page 33 of 307