________________
Compodium of Jainism – Part (II)
હે તીર્થંકર! તમે ૩૪ અતિશયો એટલે કે અદ્વિતીય ગુણધર્મોથી યુક્ત છો. હે તીર્થંકર! તમે તીર્થની અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી છે. હે તીર્થંકર! તમે આ બ્રહ્માંડના જીવ તત્વના ઉત્તમ સિદ્ધાંતો સમજાવ્યા છે. તમે સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રથી બનેલો મુક્તિનો માર્ગ સમજાવ્યો છે. તમે અનેકાંતવાદ, સ્યાદવાદ અને નયવાદ જેવા તત્વજ્ઞાનના સિદ્ધાંતો સમજાવ્યા છે. અહિંસા ધર્મના સ્થાપક એવા તીર્થંકર પરમાત્માને મારા વંદન.
D.3.4.1.4.5.3 રૂપાતીત અવસ્થા
અહીં તમારે જિનના શુદ્ધ સ્વરૂપ વિષે ચિંતન કરવું જોઈએ.
હે પરમાત્મા! તમે તમારા કર્મોનો સંપૂર્ણપણે નાશ કર્યો છે અને તમે અશરીરી, શુદ્ધ, બુદ્ધ અને સંપૂર્ણ બન્યા છો. આ અવસ્થા પ્રાપ્ત કરવાથી તમે અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્યને પ્રાપ્ત કર્યું છે. તમારી પાસે અસંખ્ય સદગુણો છે. તમારી અવસ્થા અશુદ્ધતા, વિકૃતિ, અને આક્રોશથી મુક્ત છે. આ અવસ્થા જન્મ જરા, તણાવ કે ગરીબી બધા દુઃખોથી પર છે.
D.3.4.1.6 દિશા ત્યાગ (જિન પ્રતિમા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવું)
હવે તમારે પોતાને ભાવ પૂજા માટે તૈયાર કરવાનું છે જેને ચૈત્યવંદન કહે છે. તમારે કોઈપણ વસ્તુથી વિચલિત થવાનું નથી. તમારી આંખો અને મન પ્રતિમા પર જ કેન્દ્રિત હોવા જોઈએ અને તમારે ઉપર, નીચે, આજુબાજુ, પાછળ ક્યાંય પણ જોવાનું નથી.
D.3.4.1.7 પરિમાર્જન જમીન પર બેસતા પહેલાં સાફ કરવી)
ચૈત્યવંદન માટે નીચે બેસતા પહેલા તમારે જમીનને ત્રણ વખત તમારા ઉપરી વસ્ત્રથી સાફ કરવી જોઈએ. આથી નાનામાં નાના જીવની પણ તમારા બેસવાથી હિંસા ન થાય.
D.3.4.1.8 આલંબન (સહાય)
બેસ્યા બાદ તમે તમારા મનને ત્રણ વસ્તુ પર કેન્દ્રિત કરતા રહેવાનું છે. ભગવાનની મૂર્તિ, બોલવામાં આવતા સૂત્રો અને તેના અર્થ.
D.3.4.1.9 મુદ્રા
ચૈત્યવંદન કરતી વખતે ધ્યાન કેન્દ્રિત કરવા માટે અમુક મુદ્રાઓ શાસ્ત્રમાં દર્શાવવામાં આવી છે. D.3.4.1.9.1 યોગમુદ્રા
ચૈત્યવંદન કરતી વખતે અને તેના સૂત્રો બોલતી વખતે તમારે ટટ્ટાર બેસવું જોઇએ, બંને હથેળીઓ Page 34 of 307