________________
Compodium of Jainism – Part (II)
બંધનોને દૂર રાખીએ છીએ.
ફોતરા વગરના ચોખાને અક્ષત કહેવાય છે. આ એક એવા પ્રકારનું ધાન્ય છે જે અંકુરિત થતું નથી. કોઈ ચોખાના બીજને વાવીને તેમાંથી છોડ ઉગાડી શકતું નથી. તે છેલ્લો જન્મ સૂચવે છે. આ પૂજા કરવાથી વ્યક્તિ એવો જન્મ મેળવવા પ્રયત્નશીલ બને છે કે ત્યાર બાદ બીજો જન્મ ન હોય અને મોક્ષ મળે.
D.3.4.1.4.2.7 નૈવેદ્ય પૂજા
હું ઘણી વખત ભૂખ્યો થયો છું. હે શુદ્ધ આત્મા! કોઈ પણ ઇચ્છા વગર હવે મને હંમેશ માટે તૃપ્ત કરી દે.
જન્મ અને મરણના ચક્રમાં ઘણી વખત ભૂખ્યો થયો છું પણ તે ક્ષણિક હતું. હૈ અરીહંત પ્રભુ ! મને એવી કાયમી અવસ્થા આપો કે જ્યાં ખોરાકની કોઇ પણ ઇચ્છા ન હોય. નૈવેધ્ય એ સ્વાદિષ્ટ ભોજનને સૂચવે છે. આ પૂજા કરવાથી આપણે સ્વાદિષ્ટ ભોજન પ્રત્યેનો આપણો રાગ ઓછો કરીએ છીએ. અસ્તિત્વ ટકાવી રાખવા માટે પૌષ્ટીક ખોરાક ખાવો જરૂરી છે. પરંતુ ફક્ત સ્વાદિષ્ટ ભોજન ખાવા માટે જ આપણે જીવવું ન જોઈએ. અને મુક્ત આત્માની એવી અવસ્થાએ પહોંચવું જોઈએ કે જ્યાં મોક્ષમાં કાયમી આનંદ છે.
D.3.4.1.4.2.8 ફળ પૂજા
જેમ ઈન્દ્ર અને બીજા દેવતાઓ પૂજા કરવા માટે ફળ લાવે છે, તેમ તમને મળ્યા બાદ હે પરમાત્મા હું સંસારની ઈચ્છાનો ત્યાગ કરું છું અને ફક્ત મોક્ષના ફળની આશા રાખું છું.
અરિહંત ભગવાનની પૂજા કરવા માટે દેવતાઓ ભક્તિથી પ્રેરાઈને મોક્ષનું ફળ મેળવવા માટે સ્વર્ગના ફળો લઈને આવે છે. ફળ મોક્ષ કે મુક્તિનું પ્રતિક છે. જો આપણે સંસાર પ્રત્યેના રાગ વગર જીવીએ અને આપણી ફરજોને કોઈપણ પ્રકારના ફળની આશા વગર પૂરી કરીએ, સત્યથી સાધુ જીવન અનુસરીએ અને દરેક જીવો પ્રત્યે પ્રેમ અને કરુણા રાખીએ તો આપણને મોક્ષનું ફળ અવશ્ય મળશે. આ છેલ્લી પૂજા જીવનના અંતિમ લક્ષ્યને સુચવે છે. આ પૂજાનો મુખ્ય હેતુ તીર્થંકર ભગવાનના સદગુણો યાદ કરવાનો છે અને તે આપણને યાદ અપાવે છે કે આપણામાં પણ તે જ સદગુણ છે. તીર્થંકરોએ અપનાવેલ માર્ગ પર ચાલીને આપણે પણ નિર્વાણ પામી શકીએ છીએ.
D.3.4.1.5 અવસ્થા ચિંતન (અરિહંત ભગવાનની જુદી જુદી અવસ્થા પર મનન કરવું)
બાહ્ય પૂજાને પૂર્ણ કર્યા બાદ આપણે ચિંતન કરવું જોઈએ. પુરુષોએ અરિહંત ભગવાનની જમણી બાજુ એટલે કે મૂર્તિની સામે ડાબી બાજુએ અને સ્ત્રીઓએ ડાબી બાજુ એટલે કે મૂર્તિની સામે જમણી
Page 32 of 307