________________
Compodium of Jainism – Part (II)
D.3.4.1.4.2.4 ધૂપ પૂજા
ધૂપથી ગાઢ અંધકારમાં પણ પ્રકાશ ફેલાય છે. જ્યારે હું જૈન ભગવાનની સુંદર આંખો સમક્ષ ધૂપ રાખું છુ. ત્યારે મારી મિથ્યા શ્રદ્ધા દૂર થાય છે અને આત્માનો સાચો સ્વભાવ પ્રગટે છે
ધુપને પ્રતિમાજીની ડાબી બાજુ રાખવાથી આપણે ઉપર ચઢવા તરફનું ધ્યાન શરૂ કરીને મિથ્યાત્વની દુર્ગંધનો નાશ કરીએ છીએ અને આત્માનો સાચો સ્વભાવ પ્રગટે છે.
ધૂપનો સુગંધી ધુમાડો ઉપર તરફ જાય છે તેમ આપણે પણ હંમેશા પ્રગતિશીલ એવી આધ્યાત્મિક સફર કરવાની છે અને બ્રહ્માંડના ટોચના ભાગે જ્યાં સિદ્ધક્ષેત્ર આવેલું છે ત્યાં વસવાનું છે. જેમ ધૂપ ખરાબ વાસને દૂર કરે છે તેમ આપણે પણ મિથ્યાત્વને દૂર કરવું જોઈએ. ધૂપ સાધુ જીવનને પણ દર્શાવે છે. ધૂપ સળગતી રહીને બીજાને સુગંધ આપે છે .તેવી જ રીતે સાધુ અને સાધ્વીજીઓ પણ નિ:સ્વાર્થ ભાવે બીજાના કલ્યાણ માટે કાર્ય કરે છે. ધૂપ આપણને સાધુ જીવન અનુસરવાનું યાદ કરાવે છે જે છેવટે મોક્ષ તરફ લઈ જાય છે.
D.3.4.1.4.2.5 દિપક પૂજા
જેમ દિપક આપણને સારા અને ખરાબ વચ્ચે ભેદ પારખવામાં મદદ કરે છે તેમ આખી દુનિયાનું દુઃખ દૂર કરવા એક દિવસ જ્ઞાનનું દિપક આખા બ્રહ્માંડને પ્રકાશિત કરશે.
દિપકની જ્યોત શુદ્ધાત્માનું અથવા તો મુક્ત આત્માનું પ્રતિક છે. જ્યારે આપણે યોગ્ય રીતે દિપક પ્રજ્વલિત કરીએ છે ત્યારે આપણા દુઃખ દૂર થાય છે. તેના પરિણામરૂપે આપણને કેવળ જ્ઞાનના સ્વરૂપમાં જ્ઞાન મળે છે જે આખા બ્રહ્માંડને પ્રકાશિત કરે છે.
દિપક જ્ઞાનના પ્રકાશનું પ્રતીક છે દિપક પૂજા એ મૂર્તિની જમણી બાજુએ કરવામાં આવે છે જે અજ્ઞાન અને મિથ્યાત્વના અંધકારને દૂર કરે છે. દરેક જીવનું અંતિમ લક્ષ્ય કર્મોથી મુક્ત થવાનું છે. કર્મોથી મુક્ત થવા માટે દરેકે બધા જ દુર્ગુણો જેવા કે ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ અને ઇચ્છાઓથી મુક્ત થવાનું છે. આ પૂજા કરવાથી આપણે પાંચ મહાવ્રતો: અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ પાલન કરવા માટે પ્રેરિત થઈએ છે. છેવટે સમ્યગ દર્શન અને સમ્યગ જ્ઞાનથી પ્રાપ્ત થયેલ સમ્યક ચારિત્ર એ મોક્ષ તરફ લઈ જાય છે.
D.3.4.1.4.2.6 અક્ષત પૂજા
શુદ્ધ અને પૂર્ણ ચોખા હાથમાં પકડું છું અને વિશાળ નંદાવર્ત કરૂ છુ અને મારા પ્રભુની હાજરીમાં માંગુ છુ કે મારો સંસાર કાયમ માટે નાશ પામે. શુદ્ધ અને પૂર્ણ ચોખા નંદાવર્તના સ્વરૂપમાં અર્પણ કરવાથી અને અરિહંત ભગવાનની સામે ધ્યાન કરવાથી આપણે આપણા સંસારના બધા જ
Page 31 of 307