________________
Compodium of Jainism - Part (II)
મસ્તિષ્ક
કપાળ
|.S
હૃદય
નાભિ
કોષ્ટક D.3.D
D.3.4.1.4.2.3 you you
અભિમાન ન કરું અને મારી જવાબદારીઓને સારી પેઠે નિભાવું.
કે
હે ભગવાન તમે આત્માની અનુભૂતિ કરી અને દરેક જીવોના કલ્યાણ માટે કામ કર્યું. હું પણ ઇચ્છું છું કે હું પણ બીજાના કલ્યાણ માટે વિચારી શકું. સિદ્ધક્ષેત્ર એ બ્રહ્માંડના અગ્રભાગે બિરાજે છે. તમારી મસ્તિષ્કની પૂજા કરવા થકી હું પણ સિદ્ધક્ષેત્ર જવા માંગુ છુ.
તીર્થંકર નામ કર્મના લીધે તમે ત્રણે લોકમાં પૂજનીય હતા. ત્રણે લોકના મુકુટના રત્ન સમાન હતા અને સુખ અને દુઃખને એકસરખી સમતાથી સહન કરતા હતા. તમારા કપાળની પૂજા કરવા થકી હું ઈચ્છું છું કે તેવા સદગુણો મારામાં પણ આવે.
તમારી મીઠી અને મધુર વાણી થકી તમે કેટલાય લોકોના જીવનને સ્પર્શ કર્યો અને તેમને આત્માની અનુભૂતિ કરવામાં મદદ કરી. મારું વચન પણ બીજાના કલ્યાણ માટે થાઓ.
હે વીતરાગ ભગવાન! તમારું હૃદય મૈત્રી, કરુણા અને દયાથી ભરેલું છે તેવી જ રીતે હું આશા રાખું છું કે મારું હૃદય પણ આ સદ્દગુણોથી ભરેલું રહે.
નાભિ ધ્યાન કરતી વખતે મન કેન્દ્રસ્થાને હોય છે. હું આશા રાખું કે હું પણ આવી ધ્યાનની ઉચ્ચતમ અવસ્થા પ્રાપ્ત કરીને મારા આત્માની અનુભૂતિ કરી શકું. તમારી નાભિ પૂજા થકી હું પણ એવી શક્તિ માંગુ છુ.
સંપૂર્ણપણે ખીલેલું સુગંધિત પુષ્પ હું પાડું છું. આ ફૂલો જન્મોની જાળને કાપે છે. જેવી રીતે ભમરાઓ પુષ્પની આસપાસ મંડરાય છે તેવી રીતે હું પણ તમારી આસપાસ રહેવા માંગુ છું. હું માંગુ છું કે સમ્યકત્વ મારા પર અંકિત થઈ જાય.
અખંડ અને સુગંધિત પુષ્પ અરિહંતને અર્પણ કરવાથી આપણે આપણા જીવનને એક પુષ્પ તરીકે જોઈએ છે. પુષ્પો આચારનું પ્રતીક છે. આપણા આચાર પુષ્પ જેવા હોવા જોઈએ કે જે દરેકને કોઈ પણ ભેદભાવ વગર ફક્ત સુંદરતા અને સુગંધ આપે છે.
Page 30 of 307