________________
Compodium of Jainism - Part (II)
છાતીનો મધ્યભાગ
નાભિ
કોષ્ટક D.3-C
નોંધ
•
મંગલાણં ચ સવ્વુસિં
પઢર્મ હવાઈ મંગલમ
અહીં દર્શાવવામાં આવેલી ડાબી અને જમણી બાજુ તે મૂર્તિની જમણી અને ક્યબી બાજુ છે, જે વ્યક્તિ પૂજા કરે છે તેની નહીં
જમણા પગનો અંગૂઠો અને મૂર્તિના જમણા પગના ઢીંચણ, ખભા અને હાથથી વિરોધી કાકો આવેલો છે
• ચંદનને હથેળી કે બીજા કોઈપણ મૂર્તિના અંગ પર લગાડવું જોઈએ નહીં
• જમણા હાથની અનામિકા આંગળીનો ઉપયોગ ચંદન પૂજા કરવા માટે કરવો જોઈએ.આંગળીના નખ પ્રતિમાને અડવા જોઈએ નહીં
નવઅંગ પૂજાનું મહત્વ
પગના અંગૂઠા
ઢીંચણ
હાથ
ખભા
Page 29 of 307
અરિહંત ભગવાન, તમે અજ્ઞાની આત્માઓના ઉદ્ધાર માટે અને તેમને સાચો રસ્તો બતાવવા માટે તમારા ચરણોથી ખૂબ જ લાંબા અંતર કાપ્યા છે. આ માટે હું તમારા ચરણની પૂજા કરું છું. હું એવું ઈચ્છું છું કે તમારા જેવી શક્તિ મને મળે જેથી હું પણ મારા માટે અને બીજા લોકો માટે સાચું ચારિત્ર અપનાવી શકુ.
તમારા ઢીંચણની મદદથી તમે ધ્યાનની અવસ્થામાં દિવસો સુધી સ્થિર ઉભા રહ્યા અને કેવળજ્ઞાન પામ્યા. તમારા ઢીંચણની પૂજા દ્વારા હું એવું માગું છું કે મને પણ ધ્યાન કરવાની શક્તિ મળે.
તમારી પાસે દરેક પ્રકારનો વૈભવ અને સંપત્તિ હોવા છતાં તમે તમારા હાથે સઘળું ત્યાગી દીધું, તમારા આત્માની સાચી ઓળખ કરી અને માનવજાતને સાચો રસ્તો બતાવ્યો. દુનિયાના દરેક જીવ તમારા હાથમાં સુરક્ષિત છે કેમકે તમે બધાને અભયદાન આપેલું છે. તમારા હાથની પૂજા કરવા થકી હું એવું ઈચ્છું છું કે હું પણ ભૌતિક સંપત્તિના રાગમાં ન ફસાઉ અને દરેક જીવ પ્રત્યે અહિંસા દાખવું.
તમારી પાસે અસીમ તાકાત હોવા છતાં તમે ક્યારેય તેનો દુરુપયોગ નથી કર્યો કે ક્યારેય તેના પર અભિમાન નથી કર્યું. તમારા ઉપર દરેક જીવોની સુરક્ષાનો પણ ભાર હતો. તેવી જ રીતે હું પણ ઇચ્છું છું કે હું પણ ક્યારેય