SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) F.1.1 પૂર્વ ભવો F.1 તીર્થકર મહાવીર ભગવાન મહાવીરના પૂર્વ ભવોની ગણતરી તેઓના નયસારના ભવથી કરવામાં આવે છે. જે ભવમાં ભગવાન મહાવીરને સમ્યકત્વ પ્રાપ્ત થયું હતું. ભગવાન મહાવીરના મહત્વપૂર્ણ ભવોમાં નયસાર (ભવ-૧), મરીચિ (ભવ-૩), વિશ્વભૂતિ (ભવ-૧૬), ત્રિપૃષ્ટ વાસુદેવ (ભવ-૧૮), પ્રિયમિત્ર ચક્રવર્તી (ભવ-૨૩) અને નંદન મુનિ (ભવ-૨૫) છે. નંદન મુનિના ભવમાં તેમણે તીર્થંકર નામકર્મ પ્રાપ્ત કર્યું હતું. તે પછી તેઓ દેવ તરીકે જન્મ્યા હતા. નંદન મુનિના ભવ પછી ત્રીજા ભવમાં તેમણે વર્ધમાન મહાવીર તરીકે જન્મ લીધો હતો. F.1.2 જન્મ અને બાળપણ આશરે ૨૬૦૦ વર્ષ પહેલા ભારતમાં ધર્મનું સ્વરૂપ વિકૃત થઈ ગયું હતું. સમાજમાં મૂળ ચાર વર્ણ વ્યવસ્થા હતી - બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. તે લગભગ ભાંગી પડવાને આરે હતી. બ્રાહ્મણો જ શિક્ષિત હતા અને પોતાની જાતને શ્રેષ્ઠ માનતા હતા. તો બીજી બાજુ શૂદ્રો પાસે હલકામાં હલકું કામ કરાવીને પણ સમાજની સેવા કરાવતા. વર્ણભેદ, લિંગભેદ, અંધશ્રદ્ધા, ક્રિયાકાંડ, શોષણ વગેરે દૂષણો ખૂબ હતા. તેઓ બીજો કોઈ કામધંધો કરી શકે નહિ. યજ્ઞો ત્યાગના પ્રતિકના બદલે હિંસામય બન્યા હતા. ભગવાનને પ્રસન્ન કરવા માટે પશુનો ભોગ આપવો એ તો સર્વસામાન્ય ઘટના હતી. ઈશ્વર પ્રસન્ન થઈ તેમની દરેક ઈચ્છા પરિપૂર્ણ કરશે તેવું માનતા. આવી સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિના સમયે ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. એમ મનાય છે કે બધા તીર્થંકર ક્ષત્રિય (રાજવી) પરિવારમાં જન્મે છે કારણકે એ વાતાવરણ, ભૌતિક વસ્તુમાં શાશ્વત-કાયમી સુખ નથી એવું સમજવામાં તીર્થંકરને મદદરૂપ છે. અન્ય તીર્થંકરોની માતાની જેમ રાણી ત્રિશલાએ ૧૪ સ્વપ્ન જોયા (શ્વેતાંબેર પરંપરા પ્રમાણે). જે હતા: સિંહ, હાથી, વૃષભ, લક્ષ્મી, માળા, પૂર્ણ ચંદ્ર, સુર્ય, ધ્વજ, કળશ, પદ્મ સરોવર, રત્નાકર, આકાશી વિમાન, રત્નનો ઢગલો અને ધુમ્રહિન અગ્નિ. દિગંબર પરંપરા પ્રમાણે તેમણે મીન યુગલ અને ઉચ્ચ સિંહાસન પણ જોયું (દિગંબર પ્રમાણે ૧૬ સ્વપ્ન). જ્યારે તેમના પતિ રાજા સિદ્ધાર્થે સ્વપ્નના અર્ધઘટનકારો અને વિધ્વાનોને સ્વપ્નના અર્થ પૂછ્યા ત્યારે તેઓએ જાહેર કર્યું કે રાણી ત્રિશલા તીર્થંકરને જન્મ આપશે. ભગવાન મહાવીર જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે માતાને તકલીફ ન થાય તે માટે તેમણે હલનચલન બંધ કરી દીધું હતું. પરંતુ આનાથી માતા ત્રિશલા ચિંતિત થઈ ગયા. પોતાના માટે Page 151 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy