________________
પ્રસ્તાવના
જય જિનેન્દ્ર,
જૈન ધર્મ એ સંપૂર્ણ પણે આચાર ધર્મ છે. જેમાં મુખ્યત્વે અહિંસા, સંયમ અને તપનું આચરણ છે. ચાર કષાય-ક્રોધ, માન, માયા અને લોભથી નિવૃત થવાનું વિજ્ઞાન છે. આમ છતાં એક સાધક માટે જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો, તેની પરંપરા, ઇતિહાસ, ધર્મકથા વગેરે વિષયક સામાન્ય જ્ઞાન મહત્વના છે. જ્ઞાન શ્રદ્ધાને મજબૂત કરે છે અને શ્રદ્ધા આચરણને પીઠબળ આપે છે.
“Compendium of Jainism" એક અદભૂત પુસ્તક છે જેમાં જૈન ધર્મના અનેક વિષય ઉપર સંક્ષિપ્તમાં સુંદર અને સ્પષ્ટ વિવેચન કરવામાં આવેલ છે. આવા અનન્ય સર્જન માટે The Federation Of Jain Associations in North America (JAINA), JAINA Education Team ની જેટલી અનુમોદના કરીએ તે અપૂર્ણ જ રહેશે. JAINA Education Committee Chairperson શ્રી પ્રવીણભાઈ શાહ અને JAB Committee ના Chairperson શ્વેતાબેન દફ્તરીના અથાગ પરિશ્રમની નોંધ લેવી જ ઘટે. આ ઉપરાંત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે પણ વ્યક્તિઓએ આ કાર્યમાં તેમનો ઉમદા ફાળો આપ્યો છે તે સહુને પણ ધન્યવાદ.
અંગ્રેજી વિશ્વ ભાષા છે અને નવી પેઢીની ખાસ ભાષા છે પણ આજે એક એવો વર્ગ પણ છે જેને ધર્મ વિષયક જ્ઞાન પોતાની માતૃભાષામાં હોય તો વધારે પસંદ છે. ખાસ કરીને જેમણે માતૃભાષામાં સામાન્ય શિક્ષણ લીધેલ છે.
આ કાર્યમાં આર્થિક સહયોગ માટે ફ્લોરિડા USAમાં રહેતા ડૉ. દિલીપભાઈ મહેતા અને દિપ્તીબેન મહેતાના અમે આભારી છે. આ અનુવાદમાં જેમનો ખૂબ સહયોગ મળ્યો છે તે સહુના આ જ્ઞાનદાન યજ્ઞને મારા વંદન છે. આ અનુવાદમાં કોઈપણ ક્ષતિ જણાય તો ધ્યાન દોરવા વિનંતી જેથી સુધારો કરી શકાય.
આભાર
ડૉ. બિપિન દોશી, મુંબઈ
નોંધ : આ ગુજરાતી આવૃતિની પ્રથમ કોપી છે તો ક્ષતિ માટે મિચ્છામી દુક્કડમ. તમારા સૂચન તમે WhatsApp M : +91 88503 90455 અથવા Email: rashi.merchant@gmail.com પર મોકલી શકો છો.