SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) H.2 રાજા મેઘરથ સ્વર્ગના દેવ ઇન્દ્રએ દેવીની સભામાં પૃથ્વી પરના રાજા વૈધરયની બહાદુરી અને દયાળુપણાની ખૂબ પ્રશંસા કરી. એમણે કહ્યું કે, રાજા મેઘરથ પોતાના શરણે આવેલાને રક્ષણ આપવા માટે પોતાના પ્રાણ આપતા પણ અચકાય નહીં. બે દેવોએ ઈન્દ્રની વાતોનો વિરોધ કર્યો. તેથી ઇન્દ્રએ તેમને પૃથ્વી પર જઈને જાતે જ જોઈ લેવા જણાવ્યું. તેઓ એવી સ્પષ્ટતા કરી એકે કબુતરનું તથા બીજાએ શિકારી બાજ પક્ષીનું રૂપ લીધું. પૃથ્વી પર રાજા મેઘરથ સભામાં તેમના રાજવી પરિવાર સાથે બેઠા હતા. અચાનક ખુલ્લી બારીમાંથી એક કબૂતર બેઠા હતા ત્યાં ધસી આવ્યું અને ગોળ ગોળ આંટા મારવા લાગ્યું. રાજાના આશ્ચર્ય વચ્ચે કબુતર તેમના ખોળામાં આવીને બેસી ગયું. તે ભયનું માર્યું ખૂબ ધ્રુજતું હતું. રાજાને લાગ્યું કે કબૂતર કોઈ ભયથી ફફડી રહ્યું છે મહેલમાં તે આશ્રય શોધતું આવ્યું છે. એટલામાં એક બાજ પક્ષી ઉડતું ઉડતું રાજસભામાં આવ્યું. તેણે રાજાને કહ્યું, “આ કબૂતર મારો ખોરાક છે, તે મને આપી દો.” રાજાએ તો બાજ પક્ષીની વાત સાંભળી જવાબ આપ્યો કે, “આ તારો ખોરાક છે એ સાચું પણ તે અત્યારે મારી શરણમાં રક્ષણ માટે છે. હું તને આ કબૂતર નહીં આપુ એના બદલામાં તારે જે જોઈએ તે ખોરાક આપું.” રાજાએ ચાકરોને ટોપલા ભરીને શાકભાજી તથા ફળફળાદી લાવવા કહ્યુ. બાજ પક્ષી એ કહ્યું, “હું કાંઈ માણસ નથી કે શાકાહારી પણ નથી. મને તો ખોરાક તરીકે માંસ જ જોઈએ.રાજા મેઘરથ એ કહ્યું, "કબૂતરના બદલામાં હું તને મારું માંસ આપું.” રાજાની વાત સાંભળી દરબારીઓએ માંસને બદલે બજારમાંથી કસાઈ પાસેથી માંસ લાવવાનું સૂચવ્યું. રાજાએ મનાઈ કરી કહ્યું, “કસાઈ માંસ માટે બીજા પ્રાણીને મારશે. આ કબૂતર મારા શરણે આવ્યું છે અને તેનું રક્ષણ મારી જવાબદારી છે. સાથે બીજા કોઈ પ્રાણીને ઈજા ન થવી જોઈએ. તેથી હું મારું માંસ આપીશ.” આટલું કહીને રાજાએ છરી હાથમાં લીધી અને પોતાની સાથળનું માંસ કાપીને બાજને આપ્યું. આખો દરબાર સ્તબ્ધ થઇ ગયો. બાજે કહ્યું, “મારે તો કબૂતરના વજન જેટલું જ માંસ જોઈએ." રાજાએ સભામાં ત્રાજવા મંગાવ્યા. એક પલ્લામાં કબુતર મુક્યો અને બીજા પલ્લામાં રાજાનું માંસ મુકયું. રાજા કાપી કાપીને માંસ મૂકતાં જ ગયા પણ કબુતરનું પલ્લું ભારે જ રહ્યું. અંતે રાજાએ પોતાનું આખું શરીર ત્રાજવામાં મૂકવાની તૈયારી બતાવી. અજાણ્યા પક્ષી માટે રાજા પોતાના પ્રાણ આપવા તૈયાર થયા તે જોઈ આખી સભા સ્તબ્ધ થઇ ગઈ. રાજા તો શરણે આવેલા પક્ષીને બચાવવા પોતાની ફરજ બજાવી રહ્યા છે. રાજા તો સામેના પલડામાં આંખો બંધ કરી ધ્યાનસ્થ મુદ્રામાં બેસી ગયા. Page 207 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy