________________
Compodium of Jainism - Part (II)
1.3 ચંદનબાળા
ભારતના બિહાર રાજ્યમાં આવેલ ચંપાપુરીના રાજા દધિવાહન અને રાણી ધારીણીની વસુમતી નામે સુંદર દીકરી હતી. એક દિવસ કોસંબી પાસે રાજા દધિવાહન અને પાડોશી રાજા શતાનીક વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધમાં રાજા દધિવાન ારીને નામ ગયા.જ્યારે રાણી ધારિણી અને કુંવરી વસુમતીને આ હારની ખબર પડી તો તેઓ પણ નાસી છૂટ્યા. તેઓ મહેલથી થોડે દૂર ગયા ત્યાં તો દુશ્મનના સૈનિકે તેમને પકડી લીધા, બન્ને ગભરાઇ ગયા. હવે તેઓ નું શું થશે તેની ચિંતા કરવા લાગ્યા. સૈનિકે ધારીણીને પોતાની સાથે લગ્ન કરી લેવા કહ્યું અને વસુમતીને વેચી દેવા તૈયાર થયો. આ સાંભળીને રાણી ત્યાંને ત્યાં જ આઘાતથી મૃત્યુ પામ્યા.
તે સૈનિક વસુમતીને લઈને કોસંબી ગયો. તે વસુમતીને વેચવા બજારમાં ઊભો હતો તે સમયે ધનાવહ નામના શેઠ ત્યાંથી પસાર થયા. તેમણે વસુમતીના ભોળા તથા ગભરાયેલા મુખને જોઈ વિચાર્યું કે આ કોઈ ખાનદાન ઘરની છોકરી છે. કોઈ ગુલામ કન્યા નથી. આ ચોક્કસ તેના માતા પિતાથી છૂટી પડી ગઈ હશે. તેને ગુલામ તરીકે વેચી દેવાશે તો તે અત્યંત દુઃખી થશે. આ લાગણીથી પ્રેરાઈને ધનાવહે વસુમતીને પોતે ખરીદી લીધી અને પોતાને ઘેર લઈ ગયો. રસ્તામાં તેણે વસુમતીને તે કોણ છે? તેના માતા પિતા કોણ છે? વગેરે વિગતો પૂછી પણ વસુમતીએ કોઈ જવાબ ન આપ્યો. ધનાવહે તેને હિંમત આપીને કોઈ ગભરાવાનું કારણ નથી તેમ સમજાવ્યું.
ધનાવહ શેઠે ઘેર જઈને તેની પત્ની મૂલાને કહ્યું, “પ્રિયે, આ છોકરીને હું આપણા ઘેર લાવ્યો છું. બહુ પૂછવા છતાં તેણે પોતાના વિશે કંઈ કહ્યું નથી. તેને દીકરી ગણીને રાખજે.” વસુમતિને શાંતિ થઈ. ખૂબ જ આદરથી તેણે તે વેપારી તથા તેની પત્નીનો આભાર માન્યો. વેપારીનું કુટુંબ તેનાથી ખૂબ જ ખુશ હતું. વસુમતીએ પોતાનું સાચું નામ કહ્યું ન હતું તેથી તેઓએ તેનું નામ ચંદનબાળા રાખ્યું.
ચંદનબાળા તે વેપારીના ઘરમાં તેની પુત્રીની જેમ જ રહેવા લાગી. ચંદનબાળાના આવવાથી વેપારી ધનાવહ ખૂબ જ ખુશ હતો. બીજી બાજુ મુલાને ચંદનબાળા અને પોતાના પતિની વર્તણૂક પર શંકા રહેતી. તે ખૂબ જ સુંદર હોવાને કારણે ધનાવહ કદાચ તેની સાથે લગ્ન કરશે તેથી ચંદનબાળાનું ઘરમાં હોવું તેને ગમતું ન હતું.
એકવાર ધનાવહ કામ-ધંધેથી ઘરે આવ્યા ત્યારે તેના પગ ધોવડાવનાર નોકર હાજર ન હતો. તેથી પિતાતુલ્ય ધનાવહના પગ ધોવડાવવા ચંદનબાળા આવી. તે નીચે નમી પગ ધોવડાવતી હતી ત્યારે તેના વાળ નીચે સરી પડતા હતા. ધનાવહ શેઠે જોયું કે આના આવા સુંદર લાંબા વાળ નીચે પડીને મેલા થશે એટલે પકડીને ઊંચા કર્યા. મુલાએ આ જોયું અને તે ગુસ્સે
Page 227 of 307