SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) લઈ ગઈ પણ તેમની દવાથી પણ કંઈ ફરક ન પડ્યો. બાળકની યુક્તિ કારગત નીવડી. બાળકને ખુબ પ્રેમ કરતા પાડોશીઓ પણ બાળકના રડવાથી કંટાળી ગયા. તેની માતા બાળકનું શું કરવું તે નક્કી ન કરી શકી. બાળક છ મહિનાનું હતું ત્યારે સાધુ ધનગીરી (બાળકના પિતા) અને આચાર્ય સિંહગીરી ફરી તે નગરીમાં આવ્યા. સુનંદાએ જ્યારે જાણ્યું ત્યારે તેણે બાળક તેના પિતાને આપવાનું વિચાર્યું. રોજના ગોચરીના સમય પ્રમાણે ધનગીરી મુનિએ ગોચરી માટે આચાર્યની આજ્ઞા માંગી. આચાર્ય સિંહગીરીએ કહ્યું, “ધનગીરી આજે કોઈ તમને જીવંત વસ્તુ આપે તો પણ તમે સ્વીકારજો.” આચાર્ય પાસે અગમ્ય શક્તિ હતી અને તેમને ખબર હતી કે ધનગીરી શું વહોરીને લાવશે. રોજ જુદા જુદા ઘરે ગોચરી લેવા જતા ખારું સુનૈદ્યના ધરે પહોંચ્યા, "ધર્મલાભ તમને યોગ્ય ધર્મનો લાભ થાઓ)” કરીને ઊભા રહ્યા. સુનંદા અવાજને ઓળખી ગઈ. તેમણે મુનિ ધનગીરીને આવકાર્યા અને આનંદ વ્યક્ત કર્યો અને ગોચરી માટે ઘરમાં પધારવા કહ્યું. એ નાના છોકરાએ પણ મુની ધનગીરીનો ધર્મલાભ' શબ્દ સાંભળ્યો. તેણે વિચાર્યું કે પોતાની યુક્તિ માટે આ ઉત્તમ સમય છે. તેથી તેણે જોરજોરથી રડવા માંડ્યું. આ રડવાના અવાજથી તેની માતા અકળાઈ ગઈ અને સાધુને કહ્યું, “તમે તમારા આત્માના ઉદ્ધાર માટે નસીબદાર છો પણ હું તમારા આ દીકરા થી કંટાળી ગઈ છું, તે રડવા સિવાય કંઈ જ કરતો નથી. તે મને આરામ પણ કરવા દેતો નથી, હું તો ખૂબ દુઃખી થઈ ગઈ છું. મહેરબાની કરીને તમે આને સ્વીકારો તો ઘરમાં શાંતિ થાય.” બાળકે આ શબ્દો સાંભળ્યા અને મનથી ખૂબ જ પ્રસન્ન થયો. મુની તેની માતાની દરખાસ્ત સ્વીકારશે તેવી તેને આશા બંધાઈ. ગોચરી સમયે તેઓ જ્યારે ગુરુની આજ્ઞા લેવા ગયા હતા ત્યારના ગુરુના શબ્દો તેમને યાદ આવ્યા. હવે ગુરુનો ઈરાદો તેમને સમજાયો. તેમણે કહ્યું, “સુનંદા, તું ખરેખર આ બાળકને મને આપી દેવા માંગતી હોય તો હું એનો સ્વીકાર કરીશ પણ બરાબર વિચારી લે. એકવાર મને વહોરાવી દઈશ તો તું પાછો નહીં મેળવી શકે. પછી બાળક પર તારો કોઈ હક્ક દાવો રહેશે નહીં.” આ સાંભળતા વળી બાળક જોર જોરથી રડવા લાગ્યો. તેણે કહ્યું, “આ એનો રડવાનો અવાજ હવે મારે સાંભળવો નથી, હું તેનાથી ખૂબ જ કંટાળી ગઈ છું. હવે એને હું મારી આજુબાજુ પણ ઈચ્છતી નથી. તમે ખુશીથી એને લઇ જાવ.” તેણે બાળકને ઊંચકીને મુનિની ઝોળીમાં નાખી દીધો. બાળક જેવું મુનિની ઝોળીમાં પડ્યું કે તરત જ રડવાનું બંધ કરીને હસવા લાગ્યો. સુનંદાને બહુ જ નવાઈ લાગી અને તે બાળકને જોઈ જ રહી, પણ તેણે તેને આપી દેવાનું જ નક્કી કર્યું હતું. મુનિ બાળકને લઈ ઉપાશ્રયમાં પહોંચી ગયા. આચાર્ય સિંહગીરીએ જોયું કે મુની ધનગીરી કંઈક વજનદાર વસ્તુ લાવ્યા હોવાને કારણે આચાર્યશ્રીએ તે બાળકનું નામ વ્રજ કુમાર રાખ્યું. આચાર્ય સિંહગીરીએ કોઈ ચુસ્ત જૈન શ્રાવકને એ જૈન ધર્મના સિદ્ધાંતો બરાબર શીખવશે એવી ખાતરી સાથે વ્રજકુમારની દેખરેખનું કામ સોંપ્યું. જેથી તેનામાં રહેલી ભાવિ આચાર્ય થવાની Page 260 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy