SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) L.2 કમલસેન એકવાર શ્રીપત શેઠ અને તેમના પત્ની સુંદરી આચાર્યશ્રીશીલંધરસૂરિને વંદન કરવા ગયા. આચાર્યએ તે બંનેને કહ્યું, “તમે નમસ્કાર મહામંત્ર ગણવાનું, નવકારશી કરવાનું તથા દરરોજ સામયીક કરવાનો નિયમ કરો,” તેઓએ તેમ કર્યું પણ તેમનો દીકરો કમલ આમાંનું કંઈ કરતો નહીં. કમલસેનના માતા-પિતા દીકરાની ભક્તિ અને આધ્યાત્મિકતાની શ્રદ્ધા ન હોવાને કારણે દુઃખી હતા. તેમણે આચાર્યને પોતાના દીકરાને શીખામણ આપવા કહ્યું. જેથી તે આ જન્મમાં તો સુખી થાય પણ પછીનો જન્મ પણ સારો જાય. સાધુએ તેમ કરવાની તૈયારી બતાવી. ઘેર ગયા પછી વેપારીએ પોતાના દીકરાને કહ્યું, “મારા ડાહ્યા દીકરા, સાંભળ, આપણા શહેરમાં બહુ મહાન ગુરુ આવ્યા છે, એ ખૂબ જ વિદ્વાન છે અને તેમના પ્રવચનો સાંભળવા જેવા છે.” બીજા દિવસે તેઓ દીકરાને સાથે લઈને ગુરુનું પ્રવચન સાંભળવા ગયા. આચાર્યને વંદન કર્યા પછી તેઓ તેમને સાંભળવા બેસી ગયા. આચાર્યએ સ્વર્ગ, નરક, દયા, દુઃખ તથા કેવળજ્ઞાન વિશે વાતો કરી. માતા-પિતાએ કમલસેનને આચાર્યના વ્યાખ્યાન વિશે પૂછ્યું. કમલસેને જવાબ આપ્યો, “હું તો ખાચાર્યનું ગળું કેટલું ઊંચુંનીચું થતું હતું ને જતો હતો." તેના માતા-પિના નાહિંમત થયા અને નિરાશ થઈ ઘરે ગયા. થોડા દિવસ પછી મહાન સંત આચાર્ય ગુણસાગરસૂરિ શહેરમાં આવ્યા અને કમલસેન તથા તેના માતા-પિતા ગુરુને વંદન કરવા તથા તેમનું પ્રવચન સાંભળવા ગયા. આચાર્યએ શ્રોતાઓને બહાદુરી, હાસ્ય, દુઃખ તથા કુટુંબને સ્પર્શતી વાર્તાઓ ધાર્મિક સંદેશા સાથે કહી. કારણકે આવી વાર્તા લોકોને જલ્દી આકર્ષી શકે. કમલસેનને આચાર્યની વાર્તાઓમાં રસ પડ્યો તેથી તે દરરોજ તેમને રસપૂર્વક સાંભળવા જવા લાગ્યો. થોડા દિવસ પછી આચાર્યએ શહેર છોડીને જવાની તૈયારી બતાવી. કમલસેન પણ અન્ય લોકોની સાથે તેમને વિદાય આપવા પહોંચી ગયો. ઘણા માણસો આચાર્ય પાસેથી કોઈને કોઈ નિયમ લેતા હતા. આચાર્યએ કમલસેનને પણ કોઈ નિયમ લેવા કયું. તેણે કહ્યું, “હું દિવસ કે રાત સિવાય જૂઠું નહીં બોલું. હું આખું તરબૂચ નહીં ખાવ, ગાયનું છાણ નહીં ખાવ.” કમલસેનના નિયમ અર્થહીન હતા. એટલે ગુરુએ બીજો કોઈ નિયમ લેવાનું કહ્યું. તેણે કહ્યું, “હું ગામના ટાલિયા કુંભાર સીમેલાને જોયા વિના જમીશ નહિ.” નિયમ વિચિત્ર હતો છતાં આચાર્ય ખુશ થયા. એકવાર સિમેલો જંગલમાં માટી લેવા ગયો હતો. કમલસેન તેની માતા સાથે જમવા બેસતો હતો. માતાએ તેને તે નિયમ યાદ કરાવ્યો. એ તુરત જ ટાલિયા સિમેલાને શોધવા જંગલ તરફ દોડ્યો. તેણે જોયું કે તે જમીન ખોદી રહ્યો હતો. ખોદતાં ખોદતાં તેને કિંમતી રત્નો અને હીરા ભરેલા Page 302 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy