________________
૪૦ વતિજીવિત
[૧-૧૯ શબ્દસૌદર્ય સારી રીતે ખીલ્યું છે. (એ મૂળ લેક જોવાથી જ અનુભવી શકાશે). એ જ વર્ણવિન્યાસવકતાને પ્રાચીન આલંકારિક એ અનુપ્રાસ કહ્યો છે. એના પ્રભેદના સ્વરૂપનું નિરૂપણ વ્યાખ્યા કરતી વખતે (બીજા ઉન્મેષની પહેલી કારિકામાં) આવશે.
(૨) પદપૂર્વાધવક્રતાઃ નામ કે ક્રિયારૂપ પદને જે પહેલે અર્ધો ભાગ એટલે કે નામનું મૂળ રૂ૫ અને ક્રિયાપદને મૂળ ધાતુ, તેની વક્રતા એટલે સુંદર ગોઠવણી, તે પદપૂર્વાર્ધવકતા.
પ્રકૃતિ એટલે મૂળ શબ્દ-નામ અથવા ધાતુ - અને પ્રત્યય મળીને પદ બને છે. તેમાં અહીં મૂળ શબ્દની – નામની અથવા ધાતુની – વક્રતાની વાત છે.
એના અનેક પ્રકારે સંભવે છે.
(ક) (અ) (જેને અર્થ રૂઢિથી નકકી થયે છે એવા) રૂઢિશબ્દને જ, પ્રસંગને અનુરૂપ, વાચ્ય ધર્મ કરતાં જુદા જ ધર્મને અધ્યારેપ કરી પ્રયાગ કરવામાં આવે ત્યારે પદપૂર્વાર્ધવકતાને પહેલે પ્રકાર થાય. જેમ કે–
“હું રામ છું, બધું સહી લઈશ.” ૪૨ એ આખો શ્લોક આ પ્રમાણે છે:
“સ્નિગ્ધ અને શ્યામલ મેઘની કાન્તિથી આકાશ લીંપાઈ ગયું છે, ઉત્સાહભરી બગલીઓ ચક્કર લગાવતી ઊડી રહી છે, મેઘના મિત્ર મયૂર આનંદકેકા કરી રહ્યા છે; ભલે આમ થતું. હું તે કઠોર હૃદયને રામ છું. બધું સહી લઈશ. પણ સીતાનું શું થશે ? અરેરે ! દેવી, ધીરજ રાખ.”
આ શ્લેકમાં “રામ” શબ્દ એના (રૂઢિથી નક્કી થયેલા) વાગ્યાથ “દશરથપુત્ર રામને બોધ નથી કરાવતો પણ તેથી જુદે જ, અત્યંત દુઃખ સહન કરવારૂપ પ્રસંગને ઉચિત એવા બીજા ધર્મને તેના ઉપર અધ્યાપ કરેલ હેઈ, બધાં દુઃખને સહન કરનાર રામ’ એવા અર્થને બોધ કરાવે છે, માટે એ પદપૂર્વાર્ધવક્તાને દાખલ છે. આનંદવર્ધન વગેરે વનિવાદીઓ એને અર્થાન્તરસંક્રમિત વાચ્યવનિનું ઉદાહરણ ગણે છે.
| (આ) બીજો પ્રકારઃ જ્યારે કેઈ વિશેષ નામના વાચ્યાર્થના પ્રસિદ્ધ ધર્મમાં કઈ લકત્તર વિશેષતાને અધ્યારેપ ગર્ભિત રાખી