________________
૧૯૨ વક્રોક્તિજીવિત
[૩-૭ નથી એટલે એની નિરાશા ઘેરી બને છે અને તે એ પછીનાં વિલાપવાક્યોનું કારણ બને છે.
કરુણ રસનાં ઉદાહરણ તાપસવત્સરાજના બીજા અંકમાં વત્સરાજના વિલાપમાં જોવા મળે છે. જેમ કે –
ધારાગૃહને જોઈને દીનવદને લીલાગૃહમાં આંટો મારીને લાંબે નિસાસે નાખી, કેસરની લતાઓની વીથિએમાં નજર નાખત, એ બેટા, તું મારી પાસે શા માટે આવે છે, અને ખુશામત કરે છે? તારી ક્રૂર મા તે મારી પિઠે તને પણ છેડીને દૂર દૂરને દેશ ચાલી ગઈ છે.” (તાપસવત્સરાજ, ૨-૭૧) ૨૭
અહીં કવિએ રસપરિપષના કારણરૂપ વિભાવાદિ સામગ્રી સારી રીતે રજૂ કરી છે. જેમ કે આ લેકની અવતરણિકા તરીકે આવેલું વિદૂષક વાક્ય આ પ્રમાણે છે –
આ પણ એક દુઃખદ અકસ્માત છે કે દેવીએ પુત્રની જેમ પાળે મૃગ આપની પાછળ આવી રહ્યો છે.” ૨૮
એને લીધે હરણનું બચ્ચું, ધારાગૃહ વગેરે કરુણ રસના ઉદ્દીપન વિભાવનું કામ સારી રીતે બજાવે છે. તેથી જ રમવાનના “આ તે જખમ ઉપર મીઠું ભભરાવવા જેવું થાય છે, એ વાક્ય પછી તરત જ આ નીચેનું વાક્ય મૂકવામાં આવ્યું છે –
“હે દેવી, તારા કાને પહેરેલા પઘરાગમણિને દાડમનું બીજ માની વારે વારે તેને ચાંચ વડે ખેંચનાર અને પગ વડે તારા આ ગાલ પર પ્રહાર કરનાર તારો નર્મ સાથી પિપટ દુઃખી થઈને વારે વારે રડે છે, છતાં તે કેમ નિશ્ચિતપણે તેને જવાબ આપતી નથી ?” (તાપસવત્સરાજ, ૨૭૧) ૨૯ અહીં પિપટની આવી ધૃષ્ટતા એ અત્યંત વહાલે હતો એમ