________________
-૩૧૮ વક્રોક્તિજીવિત
[૪-૧-૨ રાશિ આખે ને આખે રાજાએ કૌત્સને આપી દીધું.” (રઘુવંશ, પ-૩૦) ૬
અહીં સુવર્ણના રાશિને ઈન્દ્રના વજથી તૂટેલા મેરુની ઉપમા - આપી છે તે એ રાશિ કે મેટો હશે તેનું સૂચન કરે છે. અને
એ આખે રાશિ રઘુ કૌત્સને આપી દે છે અને તે પણ પિતે : આવી નિષ્કિચન અવસ્થામાં આવી પડ્યો હતો ત્યારે. એને લીધે
એની ઉદારતા કલ્પતરુને પણ ટપી જાય છે, કારણ કે તે માત્ર ઈછયું હોય તેટલું જ આપે છે. આ ખરું જોતાં ઉદારતાની પરિસીમા છે. એને લીધે રઘુના સ્વભાવ વિશે પહેલાં જે કહ્યું હતું કે તેણે પિતાનું ગૌરવ હણાતાં અનુભવેલી મૂંઝવણ છુપાવી હતી અને તે
અદ્વિતીય યશની આકાંક્ષા સેવ હતું અને પિતા કરતાં બીજા - દાતાને સહન કરી શકતે નહોતે, તેને ભારે સમર્થન મળે છે. વળી–
“સાકેત કહેતાં અધ્યાના નિવાસીઓને ગુરુદક્ષિણાથી વધુની સ્પૃહા ન રાખનાર યાચક અને યાચકની ઈરછા કરતાં વધુ આપનાર રાજા બને અભિનંદનના પાત્ર બની ગયા.” (રઘુવંશ, પ-૩૧) ૭
આ લેક ત્રીજા ઉન્મેષમાં ૧૪ર (પૃ. ૨૬૮) અને ૧૫૫મા " (પૃ. ૨૭૩) ઉદાહરણ તરીકે આવી ગયા છે.
અહીં પણ ગુરુને આપવાની દક્ષિણ કરતાં લેશ પણ વધુ ન લેનાર કૌત્સ અને માગ્યા કરતાં સેંકડોગણું બલકે હજારગણું - વધુ આપનાર રઘુને પરસ્પર ઝઘડતા જોઈને નિરવધિ નિસ્પૃહતા - અને ઉદારતા જોઈને સાકેતવાસીઓએ અશ્રુતપૂર્વ મહત્સવ માણ્ય હતે એવું વર્ણન કરવામાં આવ્યું છે.
આવી રીતે મહાકવિઓની કૃતિઓમાંથી સહૃદય વાચકે પિતે જ આવી રસ નિષ્પન્ન કરનારી પ્રકરણવકતા શેધીને માણવી જોઈએ.
(૨) આ જ પ્રકરણવક્રતાને બીજે પ્રકાર દર્શાવે છે–