________________
વકૅક્તિજીવિત ૩૨૩ “છેડે નવી કૂંપળ શો લલચાવનાર પીધેલ મેં સદય જે સુરતત્સવમાં બિબાધર, ભ્રમર સ્પર્શીશ જે પ્રિયાને તે હું પુરાવી કમલે તુજને દઈશ.”
(અ. શા. ૬-૨૦, અનુઉમાશંકર જોશી) ૧૨ પણ આ રમણીય ઉત્પાદ્ય પ્રસંગ જે ન હોત તે દુષ્યત શકુંતલાને વગર કારણે ભૂલી જાય છે એને લીધે ઉત્પન્ન થતી વિરસતા મહાભારતની પેઠે આ નાટકને પણ વિરૂપ બનાવવાનું કારણ બનત.
કારિકામાં “પાઢવટાવશે” (સહેજ પણ ચારુત્વયુક્ત કલ્પિત વસ્તુ) એ શબ્દપ્રયોગ છે તેને બે રીતે અર્થ કરવાને છે. (૧) કોઈ વાર મૂળમાં ન હોય એવું વસ્તુ કલ્પી કાઢવું અને (૨) કોઈ વાર મૂળમાં હોય એવું ઔચિત્યરહિત વસ્તુ બીજી રીતે રજૂ કરવું. આ બંનેને હેતુ સહદને આનંદ આપવાને જ હે જોઈએ.
જેમ કે “ઉદાત્તરાઘવમાં મારીચવને પ્રસંગ. એની સમજૂતી આ પહેલાં જ (૧-૨૧) આપી ચૂક્યા છીએ. આ પ્રમાણે પ્રકરણવક્રતાના સૌંદર્યનાં બીજાં દષ્ટાંતે મહાકવિઓની કૃતિમાંથી પિતે જ શોધી લેવાં.
કેવળ કથામાત્રને જેરે નહિ પણ સતત રસથી ઊભરાતા પ્રસંગોનું નિરૂપણ કરતી હોય તે જ કવિની વાણી જીવતી રહે છે.” ૧૩
આ અંતરક છે. (૩) પ્રકરણવકતાને એક બીજો પ્રકાર પણ બતાવે છે –
પ્રબંધના જુદા જુદા ભાગમાં રહેલાં પ્રકરણે જ્યારે કાવ્યના પ્રધાન કાચ સાથે અનુસંધાન ધરાવતાં હોય અને પરસ્પર અગાંગિભાવે રહેલાં હેય