________________
૩૫૦ વક્તિજીવિત
[૪–૧૬-૧૭ જેમ કે વેણીસંહાર'માં–
એની કથા મહાભારતમાંથી લેવામાં આવી છે. તેને પ્રધાન રસ શાંત છે. કારણ, બીજી બધી ભાવનાઓને હટાવી દઈને સંસારની અનંત વાસનાઓની નિઃસારતાનું જ એમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. પણ નાટ્યકારે એને બિલકુલ ભૂસી નાખીને પિતાના નાટકને અંતે એને બદલે વીર અને અદ્દભુત રસની નિષ્પત્તિ કરી છે. આ તેણે એવી રીતે સાધ્યું છે કે પાંડવોના બધા શત્રુઓ રણભૂમિ ઉપર હણાયેલા પડ્યા છે, અને રાજધર્મને વરેલા ધર્મરાજને અભ્યદય થતા અંતે બતાવ્યું છે તેથી એ પ્રબંધને જે વકતા પ્રાપ્ત થાય છે તે સહદને અપાર આનંદ આપનાર થઈ પડે છે. અને તેમને થાય છે કે અનેક સંકટોને ભોગ બન્યા છતાં પાંડે પિતાના પક્ષના સતત વધતા જતા બળને અને પરાક્રમને જેરે દુશમનને હરાવીને રાજવૈભવ ભેગવવા પામ્યા. વિપત્તિમાં પણ હાર્યા વગર ભારે ઉત્સાહથી મચ્યા રહેવું, એવું તેઓ એમાંથી શીખશે.
અહીં “ઉત્તરરામચરિતને પણ દાખલો લઈ શકાય. રામા યણની કથા પણ દારુણ વિરહવેદનાને ભેગી થઈ પડેલી સીતાના પાતાળપ્રવેશ સાથે પ્રધાન રસ કરુણમાં જ પર્યવસાન પામે છે; રામ પણ પિતાના ભાઈ લક્ષમણ સાથે નદીમાં પડે છે; પણ નાટકમાં આ બધું બિલકુલ બદલી નાખવામાં આવ્યું છે. અને નાટકને અંત સીતા અને રામનું મિલન થતાં સંજોગશૃંગારમાં આવે છે અને દિવ્યાસ્ત્રો વાપરવામાં કુશળ એવા લવનું પરાક્રમ જોઈને રામને આનંદ થાય છે તેથી એ વધારે પુષ્ટ થાય છે. આમ એ નાટકને અંતે આવતે સંજોગશૃંગાર સૌદર્યથી પિલાઈને અભિજાતને આનંદ આપનાર થઈ પડે છે. આ જ રીતે બીજે પણ જાતે કલ્પી લેવું.
વિપત્તિઓ પર વિજય મેળવીને નાયકને અભ્યદય થત