________________
૩૫૬ વક્તિજીવિત
[૪-૨૪
અહી... શ્રી કૃષ્ણમૂર્તિ નૈધે છે કે કદાચ અહીં પાઠ તૂટક હાય, કારણુ, ગ્રંથકાર અહીં નાયકનાં ખીજા પણ યશપ્રદ કાર્યો જેવાં કે સમયસર મેાતમાંથી બચાવી લેવાયેલાં માતા, પિતા અને પત્ની સાથેનુ પુનમિલન, અને વિદ્યાધરાના રાજ્ય ઉપરનું એનું આધિપત્ય, જે એણુ નાટકના પ્રારંભે જ લગભગ દાનમાં આપી દીધું હતું તે પણ ગણાવી શકયા હેત.
-
[(૫) પ્રખ ધવક્રતાના એક બીન્સ પ્રકાર બતાવે છે—
-
૨૪
વસ્તુમાં વિટ્ઠષતાની વાત જવા દઈએ તાજે પ્રધાન સવિધાનનું સૂચન કરતા નામથી પણ કવિ કાવ્યમાં વક્રતા સિદ્ધ કરે છે.
કવિએ પ્રકરણેામાં જે વિદગ્ધતા બતાવે છે, તેની વાત જવા દઇએ, તેાયે બીજી પણ એક રીત છે, જેને લીધે કાવ્યમાં એટલે કે નાટક કે મહાકાવ્ય વગેરેમાં કોઈ અપૂર્વ વકતા આવે છે. કવિ, પ્રધાન કહેતાં પ્રત્ર'ધના પ્રાણુરૂપ સવિધાનના એટલે કે કથાગૂથણીના સૂચક નામ વડે પણ પોતાની પ્રતિભાને પરિચય કરાવી શકે છે. ‘પણ' શબ્દ વિસ્મય દ્યોતક છે.
કહેવાની મતલમ એ કે વિચારપૂર્વક વિવિધ વસ્તુઓની ચારુતાથી રચાયેલા પ્રમ`ધમાં વક્રતા પ્રગટ થાય એમાં નવાઈ શી ! પણ નવાઈ તે એ વાતમાં રહેલી છે કે તેને એ અત્યંત સૂચક અને સુંદર નામમાં પણ પ્રગટ કરે છે. જેમ કે — ‘અભિજ્ઞાનશાકુંતલ', ‘મુદ્રારાક્ષસ’, ‘પ્રતિમાનિરુદ્ધ', ‘માયાપુષ્પક’, ‘કૃત્યારાવણ’, ‘છલિતરામ’, ‘પુષ્પષિત’ વગેરે. કાવ્યમ ધાનાં આવાં નામે પણ નિરુપમ લાગે છે. કારણ, તે કૃતિના અંતર્ગત વિશિષ્ટ સંબંધને પ્રગટ કરીને તેના સૌદર્યમાં વધારો કરે છે. પણ ‘હયગ્રીવવધ’, ‘શિશુપાલવધ’, ‘પાંડવાભ્યુદય', રામાનંદ', ‘રામચરિત' જેવાં સીધાંસાદાં નામેામાં એવા ચમત્કાર નથી હાતા.