________________
૩૫૪ વક્રોક્તિજીવિત
[૪-૨૦-૨૧ પૂરી થઈ ગઈ લાગે તેયે વિકાસ પામતી રહે અને એ બાધક લાગતા કાર્યથી જ પ્રસ્તુત મુખ્ય કાર્ય સિદ્ધ થતાં શ્વેત કમળના જેવા ઉજજવળ રસથી ભરેલી રમણીયતાને લીધે મનહર એવી પ્રબંધની વક્રતાને ઉત્પન્ન કરે છે.
જેમ કે સબદ્ધ મહાકાવ્ય “શિશુપાલવધીમાં ત્રણે લેકના રક્ષાણની જવાબદારીમાં જેના બાહુ રોકાયેલા છે એવા વાસુદેવ દેવર્ષિ નારદને મુખે ઈન્દ્રને સંદેશે સાંભળે છે, જેની શરૂઆત આ પ્રમાણે છે
કે હે વાસુદેવ, હવે હું તમારી આગળ સૌ લેકેના સાંભળતાં ઈન્દ્રને સંદેશ તેના જ શબ્દમાં કહું છું.”
(શિશુપાલવધ, ૧-૪૧૭) ૫૪ વારુ, તે કહે” એમ કૃષ્ણ કહ્યું એટલે નારદે કહેલ સંદેશ સાંભળતાં જ પિતાના શત્રુ માહિષ્મતીના રાજા શિશુપાલ ઉપર કૃષ્ણ ક્રોધે ભરાય છે અને ક્રોધની બધી જ ભાવભંગિઓપૂર્વક પિતાની પહેલી ફરજ એને હણવાની છે એ નિશ્ચય કરી કહે
ભલે તેમ થતું.” (શિશુ) ૧-૭૫) ૫૫ પણ પહેલી ફરજ તરીકે નક્કી કરેલા આ કાર્યની તે ઉપેક્ષા કરતા લાગે છે અને તક્ત જ (માહિષ્મતીના રાજા સામે કૂચ લઈ જવાને બદલે ધર્મરાજના રાજસૂય યજ્ઞમાં ભાગ લેવા) ઈન્દ્રપ્રસ્થ જવા ઊપડે છે. આ ઘટના તે ક્ષણે તે એક વીરના પિતાના શત્રુ સામેના હુમલાની પ્રગતિને બિલકુલ ભંભાવી દેતી લાગે છે. પણ ધર્મગજના એ રાજસૂય યજ્ઞના મંડપમાં જ ભેગા થયેલા રાજાઓમાં ચેદિરાજ શિશુપાલ પણ હાજર હોય છે, અને તે ધર્મરાજે કૃષ્ણને આપેલું અગ્રપૂજાનું સંમાન સહન કરી શકતું નથી અને અત્યંત કઠોર અને અસહ્ય શબ્દમાં તેમનું અપમાન કરે છે.