________________
૪-૨૦-૨૧]
વક્રોક્તિજીવિત ૩૫૩ રહ્યો છે. એ જ પ્રમાણે, ભૂરિશ્રવા જ્યારે બીજી રીતે રોકાયેલ હતું ત્યારે અર્જુને તેને હાથ કાપી નાખ્યું એ કાર્ય પણ વીરને શેભે એવું નથી અને ઔચિત્યપૂર્વક નિષ્પન્ન થતા વીરરસનું નિરૂપણ કરવા માટે લંબાયેલા પ્રબંધને તે શોભા આપે એવું નથી જ નથી. એ જ રીતે, અંગરાજ કર્ણ જ્યારે યુદ્ધભૂમિ ઉપર કાદવમાં ખૂંપી ગયેલા રથને બહાર કાઢતું હતું ત્યારે, એવે વખતે કેઈન ઉપર બાણ છોડવા એ યુદ્ધનીતિ વિરુદ્ધ છે એવું કણે કહ્યા છતાં, અર્જુન તેનું માથું ઉડાવી દે છે, એ વર્ણન પણ એટલું જ નામશીભર્યું છે. (મૂળમાંના આવા બધા અનૌચિત્યવાળા પ્રસંગેને યોગ્ય રીતે જ ભારવિએ છોડી દીધા છે.) આવા બીજા ફેરફારે પણ જાતે જ સમજી લેવા.
“નાયકનાં રસને અતિશય પિષક એવાં કાર્યો આડે જે કંઈ વિદનો હોય તે બધાં દૂર કરવામાં આવે તે જ નાયકનું પાત્ર ઝળકી ઊઠે છે.” ૫૩
આ અંતરલેક છે. (૩) પ્રબંધવક્રતાને વળી બીજો એક પ્રકાર દર્શાવે છે–
પ્રધાન વસ્તુના સંબંધને ઢાંકી દેનાર કે બીજા કાર્યના અંતરાયથી જ્યારે સ્થાને દેર તુટી તે નીરસ થઈ જવાને ભગ જાગે
૨૧ - ત્યારે ત્યાં જ તે મુખ્ય વસ્તુની સિદ્ધિ થઈ જતી બતાવવાથી પ્રબંધને કેઈ અપૂર્વ સતત રસવાહી ઉજજવળ વકતા પ્રાપ્ત થાય છે.
કહેવાની મતલબ એ કે મુખ્ય કથા તેના બાધક જેવા લાગતા કેઈ બીજા કાર્યના અંતરાયથી એકાએક તૂટી જાય અને
૨૨