________________
૩૫૨ વક્રોક્તિજીવિત
[૪–૧૮-૧૯ “દુશમનને નાશ કરવાની ઈચ્છા રાખનાર રાજા યુધિષ્ઠિરની ખાનગીમાં અનુમતિ લીધી.”
(કિરાત ૧-૩) ૫૦ “શત્રુરૂપી અંધકારને હઠાવી દઈને પ્રાત:કાળે ઊગતા સૂર્ય જેવા તને ફરીથી લક્ષ્મી પ્રાપ્ત થાઓ.”
| (કિરાત. ૧–૪૬) ૫૧ “દુર્લભ શક્તિ પ્રાપ્ત કરીને અર્જુન આ બધાને નાશ કરશે.” (કિરાત ૧-૨૨) પર
ઘતમાં હારી જવાથી બધી વિભૂતિ હરાઈ ગઈ અને દ્રૌપદીના અપમાનથી ગાંડીવધન્વા અર્જુનને કેધ પ્રવળી ઊડ્યો, કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે તેને વિદ્યા આપી, પાશુપત વગેરે દિવ્ય અસ્ત્રો પ્રાપ્ત કરવા માટે તેણે તપ આરંક્યું, અને અંતે કિરાતવેશધારી શિવ સાથે તેને યુદ્ધ કરતે બતાવી તેના અનુપમ પરાક્રમને પ્રગટ કર્યું, એમાં કવિને કેઈ અપૂર્વ અભિપ્રાય કહેતાં આશય પ્રગટ થાય છે.
જરા વિગતે જોઈએ તે અર્જુને પાશુપત વગેરે દિવ્યાસ્ત્રો પ્રાપ્ત કર્યા તે પહેલાં, તે એકલે હતું ત્યારે પણ તે શિવ સાથે યુદ્ધ કરે છે. જેમાં તે શિવને હાથમાં ઉપાડી આકાશમાં અધ્ધર લટકાવે છે, તેથી ત્રિલેશન શિવ સુધાં પહેલી જ વાર વિસ્મય,
આદર અને ભેઠ૫ અનુભવે છે. એ પછી તે, શિવ દર્શન દઈ • પ્રસન્ન થઈને તેને દિવ્યાસ્ત્રો આપે છે, કઈ પણ આપત્તિમાંથી
ઉગારી શકે એવા ચક્રધારી કૃષ્ણ તેને સારથિ તરીકે મળે છે અને જ્યારે તે પિતે દિવ્ય રથમાં બેઠો હોય છે અને ચારે બાજુએથી ભીમસેન વગેરે વીર સોનાનીઓવાળી મોટી સેનાથી રક્ષાયેલું હોય છે, વૃદ્ધ પિતામહને પણ તેણે શિખંડીને આગળ રાખીને હરાવ્યા હોય છે ત્યારે ભીષ્મને મેઢે “આ બાણે અર્જુનનાં છે, એ શિખંડીનાં બાણ નથી.” એમ કહેવડાવીને વ્યાસે સૂચવ્યું છે કે અહીં અર્જુન એક ધપચ કરતાં પણ વધુ ક્રૂરતાથી વતી