________________
[૪-૨
૩૫૮ વક્રોક્તિ જીવિત
આ અંતરક છે. (૭) પ્રબંધપ્રક્રતાને બીજે પણ એક ભેદ બતાવે છે—
નવા નવા ઉપાયથી સિદ્ધ થતી રાજનીતિને ઉપદેશ આપતા મહાકવિના બધા જ સબધેમાં લકતો હેય જ છે.
એને સમજાવતાં કહે છે કે મહાકવિઓ એટલે કે નવું નવું નિર્માણ કરવામાં કુશળ એવા પ્રકાંડ કવિઓએ રચેલા બધા જ નવા નવા ઉપાય એટલે કે સામ, દંડ, ભેદ વગેરે પ્રયે, તેનાથી સિદ્ધ થતી જે રાજનીતિ તેને ઉપદેશ કરનાર એટલે કે તે શીખવનારા જે પ્રબંધ છે. કહેવાને સાર એ કે ઉત્તમ કવિઓએ રચેલા બધા જ પ્રબંધમાં નવી રીતે રજૂ કરેલી રાજનીતિથી ફલ પ્રાપ્ત થતું બતાવીને ઉપદેશ આપ્યો હોય છે તેથી તે કોઈ. અલૌકિક ચમત્કારને અનુભવ કરાવે છે.
જેમ કે “મુદ્રારાક્ષસમાં પાત્ર પિતાની પ્રખર પ્રજ્ઞાના પ્રભાવથી વિચિત્ર રાજનીતિની ચાલ જીને પિતાની પ્રગભતા પ્રગટ કરે છે. અથવા તે જેમ કે “તાપસવત્સરાજની બાબતમાં અમે જે કહ્યું છે તે અહીં પણ લાગુ પડે છે. એ રીતે બીજાં ઉદાહરણ શોધી લેવાં.
વકતાને અભાવ ખરાબ કાવ્યમાં જ જોવામાં આવે છે. મહાકવિઓની કીતિના આધારરૂપ પ્રબધામાં તે એ હોય જ કયાંથી?”
આ અંતરક છે.
અહીં હસ્તપ્રત અધૂરી રહે છે. છેલ્લું પાનું મળતું નથી. પણ લાગે છે કે વિષયનિરૂપણ લગભગ પૂરું થયેલું છે એટલે આ પછી વધુ કારિકા. નહિ હોય.