________________
૪-૨૨-૨૩]
વક્રોક્તિજીવિત ૩૫૫ આમ જે ઘટના કથાતંતુને ઊલટી દિશામાં લઈ જતી લાગી હતી. તેની જ મારફતે મુખ્ય કાર્ય સાધવામાં આવ્યું છે.
(૪) આ પ્રબંધવકતાને જ એક બીજો પ્રકાર બતાવે છે –
૨૨
નાયક કેઈ એક જ ફલની પ્રાપ્તિ માટે ઉઘત થયેલ હોવા છતાં તેના જેવાં જ મહત્વનાં બીજાં અનંત ફલ પ્રાપ્ત કરે,
૨૩ જેથી તે પોતાના પ્રભાવના ચમકારથી પ્રાપ્ત થતા ભારે યશનું પાત્ર બને, એ પણ પ્રબંધવકતાને એક પ્રકાર છે.
પ્રબંધનકતાના અત્યાર સુધીમાં જે પ્રકારે ગણાવ્યા તે ઉપરાંત બીજે પણ એક પ્રકાર સંભવે છે. એમાં નાયક કેઈ એક જ ફળની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરતે હોય છે, તેમ છતાં તે મુખ્ય ફલના જેવાં જ મહત્ત્વનાં અથવા મુખ્ય ફલને લીધે જ મળતાં અનેક અથવા અનંત ફલ પ્રાપ્ત કરે છે. એને લીધે તે વિશ્વવ્યાપી કીર્તિને પાત્ર બને છે, અને એ કીર્તિના મૂળમાં તેના પ્રભાવને ચમત્કાર રહેલા હોય છે. એને સાર એ કે નાયક જેકે કેઈ એક જ મુખ્ય ફલ મેળવવા એકાગ્રચિત્ત મથતા હોય છે અને તે પ્રાપ્ત પણ કરે છે, છતાં પિતે જેને માટે પ્રયત્ન કર્યો નથી હોતે એવાં બીજા અનેક ફલે પણ તેના અસીમ પ્રભાવને કારણે તેને પ્રાપ્ત થાય છે. આવા નિરૂપણને લીધે પ્રબંધને રમણીયતાના શિરમોર જેવી વક્રતા પ્રાપ્ત થાય છે.
જેમ કે “નાગાનંદંમાં બધા કરુણાવાળા માણસના ચૂડામણિ જે જીમૂતવાહન પિતાને દેહ અપી દઈને કટ્ટર વેરી ગરુડના પંજામાંથી માત્ર શંખચૂડને જ નહિ પણ આખા નાગકુલને બચાવે છે.