________________
૪-૧૬-૧૭]
વક્રોક્તિછવિત ૩૪૯આ બે અંતરકે છે.
આ રીતે પ્રકરણવક્રતાના અનેક (નવ) પ્રકારનું પ્રતિપાદન કર્યા પછી સમગ્ર પ્રબંધની વક્રતાનું નિરૂપણ કરે છે–
ઇતિહાસમાં જુદી રીતે દર્શાવેલા રસની ઉપેક્ષા કરીને પ્રારંભથી જ જેનું સૌદર્ય ખીલેલું છે એવા કથા શરીરનું જેમાં બીજ રમણીય રસથી નિવહણ કરવામાં આવ્યુ હૈય,
૧૭. જેથી વિયે (એટલે કે જેમને બાધ આપવાને છે તેમ)ને આનંદ પ્રાપ્ત થાય, તેને પ્રબંધની વકતા ગણવી.
(૧) તે પ્રબંધની એટલે કે નાટક, મહાકાવ્ય વગેરેની વકતા ગણાય, જેમાં બીજા રમ્ય રસથી ઉપસંહાર કરવામાં આવ્યું હોય. કેવી રીતે ? તે કે ઇતિહાસ કહેતાં મૂળ ગ્રંથમાં બીજી રીતે. શૃંગારાદિ રસથી નિર્વહણ કહેતાં ઉપસંહાર કરવામાં આવ્યું હોય તેની ઉપેક્ષા કરીને, એટલે કે તેને છોડી દઈને. શાને ઉપસંહાર કરવામાં આવ્યું હોય? તે કે તેની તે જ કથાન. કથા કેવી? તે કે શરૂઆતથી જ જેમાં શબ્દાર્થની રચનાની શ્રી પ્રગટ થતી. રહી હોય તેવી. આમ શા માટે કરવામાં આવે ? કે વિને. એટલે કે રાજા વગેરે જેમને બેધ આપવાનું છે તેમને આનંદ, મળે એટલા માટે.
કહેવાનું તાત્પર્ય એ કે જેની કથા ઇતિહાસમાંથી લેવામાં આવી હોય તેવી કથાનું મૂળમાં કોઈ એક રસમાં નિર્વહણ થતું હોય એટલે અંત આવતું હોય તેને પરિત્યાગ કરીને, કવિ અભિજાત વાચકને આનંદ આપે એવા કોઈ બીજા જ રમણીય રસથી તેને ઉપસંહાર કરે છે તેથી તે પ્રબંધમાં કેઈ ઓર વક્રતા આવે છે.