________________
૩૪૮ વક્રોક્તિ જીવિત
[૪-૧૪-૧૫ તેયે કેવળ નિયમ પાળવા ખાતર અંગેની યેજના કરવાને દુરાગ્રહ ન રાખે.” એવી રીતે જેલાં અંગેમાં વક્રતા પ્રગટ થતી નથી. એક પછી એક આવતાં પરસ્પર સંબંધ ધરાવતાં પ્રકરણેથી પ્રગટ થતે પિતાની રચનાને મુખ્યાર્થ આ છે એવું વાક્યવિચાર એટલે કે વ્યાકરણને આધારે કવિએ નક્કી કરવું જોઈએ. આ અહીં ઉચિત છે એને નિર્ણય પ્રત્યક્ષાદિ પ્રમાણેને આધારે ન્યાયશાસ્ત્રને અનુસરીને કરે જઈએ. નહિ તે ભરત ગણવેલાં લક્ષણે જવાના અતિઆગ્રહને કારણે સંશ્ચંગેનું પ્રતિપાદન કરવા માટે કથાને ગ્ય ન હોય એવાં વર્ણને પણ દાખલ થઈ જશે.
જેમ કે વેણીસંહાર માં બીજા અંકમાં પ્રતિમુખ સંધિ તરીકે આ પ્રસંગ વર્ણવે છેઃ ભાનુમતીના સ્વપ્નની વાત સાંભળીને દુર્યોધનના મનમાં તેના ચારિત્ર્ય વિશે શંકા જાગે છે. એ સમયે પ્રબળ શત્રુઓ સાથે ખૂનખાર યુદ્ધ ચાલી રહ્યું છે, ભીષ્મ શરશય્યા ઉપર પડેલા છે, દુર્યોધનને પુત્ર, તેના ભાઈઓ અને સંબંધીઓ તથા મિત્રે હણાઈ રહ્યા છે, એવે વખતે દુર્યોધન જે વીર અને સ્વમાની પુરુષ નિર્વિકાર મને પણ રાણીવાસમાં જાય એ જ અનુચિત ગણાય, પછી વિલાસની તે વાત જ શી ! તેમાં વળી અહીં તે મહારાજા રાણી સાથે વેશ્યા જે વિલાસ કરે છે, વિચાર કર્યા વગર જ તેને ચારિત્ર્ય વિશે શંકા સેવે છે, આ બધું જ અત્યંત - અનુચિત છે અને ઉપેક્ષાને પાત્ર છે.
જેમ કે “શિશુપાલવધીમાં–
કૃષ્ણ ઈન્દ્રપ્રસ્થ જવા નીકળી ચૂક્યા પછી દ્વારકાનું વિગતે વર્ણન આવે છે.
કવિએ ઔચિત્ય અને ચારુ વચનથી વર્ણવેલા પ્રસંગે (પ્રકરણો)થી અલંકાર જેમ રત્નથી શેભે છે તેમ પ્રબંધ શોભે છે.” ૪૭
“કથાના વિવિધ રમણીય વળાંકેનું કારણ બનતા પ્રસંગને વિદ્વાને રસનું રસાયન માને છે.” ૪૮