________________
૪-૧૪-૧૫]
વતિજીવિત ૩૪ સાથે સમાગમ સાધતે જોઈએ છીએ. ત્રીજા અંકમાં આપણે વિજ્યદત્તની પુત્રી નંદયંતીના ચારિત્ર્ય ઉપર શંકા આવતાં તેના સસરા (સમુદ્રદત્તના પિતા) સાગરદને તેને કાઢી મૂકેલી દશામાં જોઈએ છીએ. ચેથા અંકમાં મથુરાથી પાછા ફરેલા કુવલયે વીંટી બતાવીને પુત્રવધૂના શુદ્ધ ચારિત્ર્યની ખાતરી આપતાં પિતે કઠોરગર્ભા પુત્રવધુને વિના કારણે કાઢી મૂકી તે માટે પિતાને મહાપાતકી માનતે સાર્થવાહ સાગરદત્ત તીર્થયાત્રાએ જતે જોવા મળે . પાંચમા અંકમાં વનમાં કઈ વનરક્ષકને આશ્રયે રહેલી નંદયંતીને કુવલય સમુદ્રદત્તના કુશળ સમાચાર આપે છે. છઠ્ઠા અંકમાં ચમત્કારક રીતે બધાંનું ફરી મિલન થાય છે. આમ એમાં પ્રસંગોની ગૂંથણી એવી દઢ કરવામાં આવી છે કે અંતે જતાં બધા જ પ્રસંગે કથાના રસની નિષ્પત્તિમાં ઉપકારક થઈ પડે છે અને કોઈ અપૂર્વ સૌંદર્યસંપત્તિ પ્રગટ કરે છે.
અથવા જેમ કે “કુમારસંભવમાં–
પાર્વતીના પ્રથમ તારુણ્ય કહેતાં નવયૌવનના આગમનનું વર્ણન, તેણે કરેલી શિવની સેવા, તારકાસુરથી પરાભવ પામવાના દસ્તર સાગરને તરી જવાને બ્રહ્માએ બતાવેલ ઉપાય, ઈન્દ્રના કહેવાથી વસંતના મિત્ર કામદેવે પાર્વતીના સૌંદર્યના જોરે શિવ ઉપર પ્રહાર કરે અને શિવના ત્રીજા લેશનમાંથી નીકળેલા અગ્નિએ તેને ભસ્મ કરી નાખે, તેથી દુઃખી થયેલી સતીને વિલાપ, માનભંગથી ખિન્ન થયેલી પાર્વતીની તપશ્ચર્યા, આદરપાત્ર વૃદ્ધાચાર સાથે કામદહનના સમાચારનું કથન, ચિત્રશિખંડી ઋષિઓએ હિમાલય આગળ માથું મૂકવું, અપાર પ્રેમથી ઊભરાતા હૃદયે શિવે પાર્વતીનું પાણિગ્રહણ કરવું – આમ એક પછી એક આવતાં પ્રકરણે પરસ્પર ગાઢ સંબંધથી સારી રીતે જોડાયેલાં કેઈ અપૂર્વ સૌંદર્ય ધારણ કરે છે. આ રીતે, બીજા મહાકવિઓએ રચેલા પ્રબંધોમાં પણ પ્રકરણચિવ્યને વિચાર કરે. આ વસ્તુ ઉપર જ ભાર મૂકવા માટે ગ્રંથકાર શું ન કરવું તે પણ કહે છે કે “અનુચિત હોય.