________________
૪-૧૧]
વતિજીવિત ૩૪૫ કવિએ કલ્પી કાઢેલે પ્રસંગ ચમત્કારનું બીજું કારણ છે, એ સ્પષ્ટ છે. એ રીતે બીજા પણ ઉદાહરણે શોધી લેવાં.
(૭) વળી એ પ્રકરણવકતાને જ બીજો એક પ્રકાર બતાવે છે–
૧૧ જેમાં પ્રધાન વસ્તુને સિદ્ધ કરવા માટે બીજી વસ્તુની વિચિત્રતા કહેતાં ચમત્કારક વિશેષતા ઉલેખપૂર્વક પ્રગટ થતી હોય તે પણ આ પ્રકરણવક્રતાને જ બીજો પ્રકાર ગણાય.
પ્રકરણવક્રતાને બીજે પણ એક પ્રકાર હોય છે, જેમાં બીજી વસ્તુની વિચિત્રતા એટલે કે ન જ ચમત્કાર પ્રગટ થાય છે. કેવી રીતે ? તે કે ઉલ્લેખપૂર્વક, એટલે કે અભિવ્યક્તિની અવ-નવી ભંગિથી. શા માટે? તે કે પ્રધાન વસ્તુની સિદ્ધિ માટે.
એટલે કે એનાથી પ્રધાન પ્રકરણને કેઈ અપૂર્વ વક્રતા પ્રાપ્ત થાય છે માટે.
જેમ કે – “મુદ્રારાક્ષસ'ના છઠ્ઠા અંકમાં.
પછી હાથમાં દોરડાવાળે પુરુષ પ્રવેશ કરે છે –થી શરૂ થતું પ્રકરણું, ત્યાં એ પુરુષ રાજરમતનું અજોડ કૌશલ ધરાવતા કૌટિલ્યને મોકલેલે છે અને પિતે પણ ભારે ચતુર છે. મુદ્રાભંગને લીધે સ્વામીની ખફગી ઊતરતાં હારી ગયેલો રાક્ષસ જીર્ણ ઉદ્યાનમાં હાથમાં તલવાર લઈને આવી પહોંચે છે. તેને જોવા છતાં ન જે હેય એમ પેલે પુરુષ પિતાને ગળે ફાંસો નાખી આપઘાત કરવાને પ્રયત્ન કરે છે. એ જોઈને કુતૂહલ અને દયા ઊપજતાં રાક્ષસ તેને પૂછે છે કે “ભલા માણસ, આ બધું શું છે?” ત્યારે તે જવાબ આપે છે, “આહ, મારા મહાદુઃખનો એક જ ઉપાય આત્મહત્યા કરવાને છે, તેમાં અંતરાય શા માટે નાખે છે?” પછી રાક્ષસના આગ્રહથી તે પોતાની વાત કહે છે.