________________
૩૪ર વક્તિજીવિત
[૪-૧૫. મારે પ્રિય મિત્ર વિષ્ણુદાસ, પિતાના પ્રિય મિત્ર, વીર પુરુષના મુકુટમણિ, ઝવેરીઓના શ્રેષ્ઠી ચંદનદાસને અત્યારે વધસ્થાને લઈ જવામાં આવે છે, એટલે મિત્રનું દુઃખ સહન ન થતાં પિતે અગ્નિમાં પડવા તૈયાર થયું છે, એટલે હું પણ તેની પેઠે શેક સહન ન થવાથી તેના પહેલાં જ મરી જવા ઈચ્છું છું.”
વધારે ઉતારવાની જરૂર નથી. આ સાંભળીને પિતાને જટિલ અને ગૂંચવણભરી રાજખટપટમાં વિચક્ષણ માનનાર રાક્ષસ પણ એવે તે સંભ્રમમાં પડી સંતાપ અનુભવે છે કે પિતાનો દેહ, અપીને પણ ચંદનદાસને છોડાવવા તૈયાર થઈ જાય છે. આ સંદર્ભમાંને એક ગ્લૅક ઉતારીએ છીએ–
“છ ગુણ(દેરી)થી મજબૂત તથા ચાર ઉપાયની ગૂંથણીથી બનેલા પાશરૂપ મુખવાળી અને શત્રુને બાંધવાને સમર્થ એવા દેરડા જેવી આર્ય ચાણક્યની નીતિ વિજય પામે છે.” ૪૨
આ લેકમાં વિશેષણવક્રતાને લીધે રૂપક દ્વારા એ પુરુષને એ આશય પ્રગટ થાય છે કે
એના એ ગુણો, એના એ ઉપાયે અને એની એ રાજનીતિ હોવા છતાં જ્યારે કોઈક વિચક્ષણ મુત્સદ્દી ભારે કૌશલપૂર્વક દુશ્મનને ફસાવવા માટે જનારૂપી જાળ ફેલાવે છે ત્યારે તેમને ખબર નથી પડતી અને તેઓ ગમે તેવા જ્ઞાની હોય તેયે ભ્રમમાં પડે છે. અને તેથી જ કહ્યું છે કે એ નીતિ વિજય પામે છે. વળી
રાક્ષસ – ભલા માણસ, તારા મિત્રના અગ્નિપ્રવેશને
કારણ છે? તેને દવાથી ન મટે એવા મહાવ્યાધિ
લાગુ પડયા છે? પુરુષ – નહિ, નહિ, આર્ય.