________________
૩૪ વક્તિ જીવિત
[૪-૧૦મારા પર બાણ વરસાવે છે? (ધારીને જોઈને) અરે, હું કે છેતરાયા!–
“આ તે નવાં ચડી આવેલાં વાદળ છે, અભિમાની શસ્ત્રસજજ રાક્ષસ નથી. આ તે લાંબે સુધી ખેંચાયેલું મેઘધનુષ છે, (રાક્ષસનું) ધનુષ નથી. આ પણ ધેધમાર વરસાદની ધારા છે, બાણેની વર્ષા નથી. સોનાની રેખા જેવી. તેજસ્વી આ તે વીજળી છે, મારી પ્રિયા ઉર્વશી નથી.” (વિકમેવશી. ૪–૧) ૪૧
આમાં પ્રેમમાં પડેલા રાજાની ઉન્માદાવસ્થા પ્રગટ થાય છે. તેને એમ થાય છે કે ધનુષટંકાર કરતા અભિમાની રાક્ષસને સામને તે થઈ શકે, પણ આ નવા ચડી આવેલા મેઘનો ન થઈ શકે. બાણેની વર્ષા કરતાં પણ આ મેઘની વર્ષા હૃદયને વધુ વધે છે. આકાશમાં પ્રગટીને જોતાંવેંત અલેપ થઈ જતી વીજળીનું પણ એક ક્ષણભર દર્શન થઈ શકે છે, પણ મારી પ્રિયાની તે એટલીયે સ્થિરતા સંભવતી નથી. તે હવે શું કરવું? એવો અર્થ આ વાકક્ષાર્થમાંથી સમજાય છે. આ પહેલાં અમે (૩-૨૫; પૃ. ૧૯૧) (૩-૨૬, પૃ. ૧૯૧) અને (૩-૪૧, પૃ. ૨૦૩) જે ત્રણ શ્લેક ટાંકી ગયા છીએ તે અહીં જેવા.
અથવા જેમ કે “કિરાતાજુનીયમાં બાયુદ્ધ પ્રકરણ–
ત્યાં પણ અજુન પાસે કવચ વગેરે શરીરની રક્ષા કરવાનાં કેઈ સાધન નથી, છતાં પિતાના સહજ બાહુબળને ગર્વ બતાવ-- વાની જે તક મળી છે તેથી ખુશ થઈને તે પિતાથી ચડિયાતા
દ્ધા સામે યુદ્ધે ચડે છે, એમાં કેવળ સાહસ જ જેની સહાયમાં છે એવા પાંડુપુત્ર અર્જુનના અમર્યાદ વીરરસને જ પ્રકર્ષ પ્રગટ થાય છે. બીજું બધું જવા દઈએ, પણ સહુદની સમજ એવી છે કે પરમેશ્વર મહાદેવને પણ કેવળ એક માણસ પોતાના માત્ર બાહુબળથી જ ઉછાળીને આકાશમાં અધ્ધર લટક્તા રાખે એવે