________________
૪-૧૦]
વક્રોક્તિ જીવિત ૩૩૯
જ્યારે અંગ વગેરેની કઈ અલૌકિક વકતા એવી હોય કે જે તેની પહેલાંના કે પછીના કોઈ અગથી સધાતી ન હોય, ત્યારે તે પ્રધાન રસની કસોટીરૂપ બની જાય છે, અને તે પ્રકરણવકતાને જ એક પ્રકાર ગણાય છે.
અંગ વગેરેની એટલે કે નાટકના અંકની અને મહાકાવ્યના સર્ગની કોઈ અલૌકિક વકતા હોય છે. જેમાં અંગીરસના એટલે કે પ્રધાન રસના નિયંદ કહેતાં પ્રવાહની, સોનાની કસોટી જેવી, પરીક્ષા કરવાની કેઈ અજોડ કસોટી જોવામાં આવે છે. એની વિશેષતા શી હેય છે? તે કે એની પહેલાંના કે પછીના કોઈ અંક કે સર્ગ દ્વારા એ સાધી શકાતી નથી હોતી.
એને સાર એ કે નાટકના બધા અંકે અથવા મહાકાવ્યના બધા સર્ગો સરખા સુંદર નથી હોતા. કેઈ એકાદ જ એ હોય છે, જે પ્રધાન રસના સારસર્વસ્વની ક્રીડાભૂમિરૂપ બની રહે. અને તેની વકતાની શોભા જ સહદયને પ્રભાવિત કરે છે. એના સૌંદર્યને, એની પહેલાંનાં કે પછીનાં બીજા પ્રકરણે લેશ પણ અનુકરણ કરી શકતાં નથી હોતાં.
જેમ કે “વિક્રમોર્વશીયમને ઉન્મત્તાંક નામે જાણીતે ચે અંક–
ત્યાં પ્રસ્તુત રસના અસાધારણ વિભાવાનુભાવ વગેરેના માધુર્યને લીધે પ્રધાન એવા વિપ્રલંભ શૃંગારની સહદને રસ-તરબોળ કરી દે એવી અસર જોવા પામીએ છીએ, જેની શેભાની એક કણીનું પણ અનુકરણ તેની પહેલાંના કે પછીના કોઈ પ્રકરણથી થઈ શકે એમ નથી જેમ કે એની શરૂઆત જ આ રીતે થાય છે રાજા (ગભરાટમાં) – અરે દુષ્ટ, ઊભે રહે, ઊભું રહે.
મારી પ્રિયતમાને લઈને તું ક્યાં ચાલ્યા જાય છે? (જઈને) શું પર્વતશિખર ઉપરથી આકાશમાં કૂદીને