________________
૩૪૪ વદક્તિજીવિત
[૪–૧૨ પછીના દશ્યમાં તે વધારે સ્પષ્ટ કરવામાં આવી છે, જેમાં રાક્ષસ કહે છે: “મૃત્યુનું સૂચન કરતી વધ્યમાળા (એને બદલે) મારા ગળામાં પહેરાવી દે.” (મુદ્રા) ૭–૪ઘ) (૮) એ જ પ્રકરણવકતાને બીજો એક પ્રકાર બતાવે છે–
૧૨ સામાજિકને માન આપવામાં કુશળ એવા નટે પોતે તેમની ભૂમિકા ધારણ કરીને બીજા નટને ભજવણું કરવા દે છે, ત્યારે કઈ વાર આ રીતે પ્રકરણની અંદર દાખલ કરેલું બીજું પ્રકરણ આખા પ્રબંધના સારસર્વસવરૂપ વકતાને પપે છે.
એક પ્રકરણની અંદર બીજું પ્રકરણ આવે છે ત્યારે તેને લીધે આખા નાટકના સારસર્વસ્વરૂપ ચારતા પુષ્ટ થાય છે. “કેઈ વાર’ કહ્યું છે તેને અર્થ એ છે કે કવિકૌશલથી રચાયેલા કોઈ વિરલ નાટકમાં જ, બધાં નાટકમાં નહિ. એક અંકમાં બીજા અંકને ગર્ભિત કરીને રજુ કરવામાં આવે એને ગર્ભક કહે છે. એ કે? તે કે બીજા નટોએ ભજવેલે. કેવા નકોએ તે કે સહદને સંતેષ આપવામાં કુશળ નટએ. કેવી રીતે? તે કે તેમની કહેતાં સામાજિકેની ભૂમિકા ધારણ કરીને એટલે કે પ્રેક્ષક બનીને.
એનું તાત્પર્ય એ છે કે – કેઈક જ નાટકમાં અમર્યાદ કૌશલ ધરાવતા નટો પિતપોતાની ભૂમિકાને વેશ ધારણ કરીને પ્રેક્ષકે બની રંગભૂમિને શોભાવે છે અને એક અંકમાં દાખલ કરેલા બીજા અંકને રંગભૂમિ ઉપરની બીજી રંગભૂમિ ઉપર બીજા નટો વડે ભજવાતું જુએ છે. એ ગર્ભાકની હિલેળા લેતી વક્રતાને લીધે એમ લાગે છે કે જાણે એ ગર્ભાકમાં મૂળ નાટકનું જ સારસર્વસ્વ મૂર્ત થઈ રહ્યું છે. અને સામાજિક બનેલા એ નટ નાનાવિધ ભાવભંગિઓ કરી ખરા સામાજિકને પણ ચિત્તચમત્કારના ચિત્ર્યને અનુભવ કરાવે છે.
જેમ કે “બાલરામાયણના ચેથા અંકમાં રાવણની ભૂમિકા