________________
૪૯]
વક્રોક્તિજીવિત ૩૩૭
“તે આ કહું પૃથ્વીની રક્ષા કરતી ભાગળ સમા, આપના ઘૂંટણ સુધી પહાંચતા, માંસલ અને પશુછના આંટણવાળા બાહુએ ફરી પહેરી લો.” ૩૬
ને આ મારી જુવાન બહેન કુમુદ્ધતીને સ્વીકારવાની ના ન પાડશેા. પેાતે કરેલા અપરાધને એ લાંબા સમય સુધી આપના ચરણની સેવા કરીને ધાવા ઇચ્છે છે.” (રઘુ॰ ૧૬-૮૨, ૮૩, ૮૪, ૮૫) ૩૭
ભુજંગરાજનાં આ વચનામાંના પહેલા શ્લેાકમાં ‘વિષ્ણુ’ શબ્દમાં રૂઢિવકતા છે. વક્રતાની વિશેષતાને કારણે એના વ્યંગ્યાર્થ એ છે કે આખી પૃથ્વીના ભાર ઉપાડનાર અને પલંગ બનીને વિષ્ણુને ધારણ કરનાર તથા તેમની આજ્ઞા ઉઠાવવાને સજ્જ રહેનાર અનંત નામના નાગ જેવા હું પણ ખી નાગ જ છું. એવા હું’ એમાં સંવ્રુતિવકતા છે. એના વ્યગ્યાર્થ એ છે કે આપના રાજ્યમાં સતત રહેતા આવ્યે છું તે જ હું છું. થમ્ (કેવી રીતે)માં પદ્મવક્રતા છે. એની વ્યંજના એ છે કે મારી આપના પ્રત્યે ભક્તિ છે. એટલે આપના પ્રત્યેની તાબેદારીથી નિયંત્રિત હાર્દ હું કશું દુરાચરણ કરું એવી આશંકાને સ્થાન જ નથી.
બીજા Àાકમાં ‘આકાશમાંથી પડતા ઉત્પાત મચાવનાર તારા જેવું” એ ઉપમાથી એવું સૂચવાય છે કે એ કડાની આસપાસનું બધી દિશાઓને ઉજાળતું ઉજ્જવળ તેજોવલય એવું તે અદ્ભુત હતું કે મારા જેવા પ્રૌઢના મનમાં પણ શંકા અને ભય જાગ્યાં
હતાં.
ત્રીજા ક્ષેાકમાં દશક સર્વનામ તે આની વ્યંજના એ છે કે આપના પિતાની છાતી પરના કૌસ્તુભમણિની પેઠે આ દિવ્ય કંકણુ પણ આપનું અવિચ્છેદ્ય અંગ છે. ‘પૃથ્વીની રક્ષા કરતી ભાગળ એ રૂપકની વ્યંજના એ છે કે રાજાએ સમગ્ર પૃથ્વીનાં દુ:ખનુ નિવારણ કર્યું છે. એટલે એના બાહુ આ આભૂષણને યાગ્ય છે.
૨૧