________________
વકૅક્તિજીવિત ૩૩૫ બે શબ્દો પાસે પાસે મૂક્યા છે એનું સૂચન એ છે કે જો કે શાપ દેવે અને વરદાન આપવું એ બે ક્રિયાઓ જળ અને અગ્નિની પેઠે પરસ્પરવિરોધી છે, તેમ છતાં આ માણસ અત્યંત ભલે હાઈ એનામાં એ બંને એકી સાથે સંભવે છે. અત્યાર સુધી મેં પુત્રનું મુખકમળ નિહાળવાનું સુખ અનુભવ્યું નથી તે આ શાપને પરિણામે હવે હું જરૂર લાંબા સમયથી જેની આકાંક્ષા સેવતો હતો તે
જીવનના આધારરૂપ પુત્રના જન્મથી એ સુખ પામીશ. પણ હવે વધુ લંબાણ નહિ કરીએ.
(૫) આ જ પ્રકરણવક્રતાને બીજો એક પ્રકાર બતાવે છે
સબંધ મહાકાવ્ય વગેરેમાં સૌદર્ય સાધવા માટે મુખ્ય વસ્તુના અગરૂપે વૈચિઠ્ય લાવનાર જે વસ્તુઓ વર્ણવવામાં આવે તે પણ વકતા જ ગણાય છે.
એને સમજાવતાં કહે છે કે વક્રતા જ ગણાય છે. કેવી? તે કે કથામાં વૈચિત્ર્ય લાવનાર એટલે કે પ્રસ્તુત કથાની સુંદર શિલીને યોગ્ય. શું વર્ણવાય છે? તે કે જે જે અંગે મહાકાવ્ય વગેરેના સૌંદર્ય માટે વર્ણવાય છે તે, અર્થાત્ જલકીડા વગેરે જે પ્રકરણે મહાકાવ્ય વગેરેની શોભાને માટે વર્ણવાય છે તે.
એનો અર્થ એ છે કે મહાકાવ્ય વગેરે સર્ગબંધ રચનાઓમાં જલક્રીડા, પુષ્પ ચૂંટવા વગેરે બાબતે પ્રસ્તુત કથારચનાને અનુરૂપ થાય એ રીતે વર્ણવાય તે તે સૌદર્યસંપત્તિના ભંડારરૂપ થઈ પડે છે. જેમ કે રઘુવંશમાં–
એ પછી તેને જેમાં મદીલા રાજહંસે તરંગમાં તસ્તા હોય અને તટ પરની લતાઓનાં પુષ્પ વહેતાં હોય એવાં સરયૂનાં ગ્રીષ્મમાં સુખ આપનાર પાણીમાં, નારીઓ સાથે વિહાર કરવાની ઈચ્છા થઈ.” (રઘુ. ૧૬-૫૪) ૩૩