________________
:૪-૭-૮]
વકૅક્તિજીવિત ૩૨૯ રાજા (સ્વગત વિલાપ કરત)ઃ હા દેવી,
જેની આંખને તારા મુખ સિવાય બીજે ક્યાંય પણ સુખ નહોતું લાગતું, જેની છાતી એ જ સતત તારું એકમાત્ર શયન હતું, જે એમ કહેતું હતું કે “હે પ્રિયે, તારા વગર ક્ષણમાં મારે માટે જગત સૂનું થઈ જાય છે તે જ આ જૂઠાં વ્રત લેનારે અત્યારે કંઈક કરવા તૈયાર થયે છે.” ૨૧
એમ બેલીને રાજા બેદપૂર્વક બેસી જાય છે.” આ લેકમાં “ના” (ક્યાંય પણ કહ્યું છે તેને વ્યંગ્યાર્થ એ છે કે સુરતશ્રમ ઉતારવા માટે મહેલની અગાસીમાં લહેરથી ફરતાં હતાં ત્યારે અનાયાસ નજરે પડતે ચંદ્ર પણ ભાગ્યે જ તારા મુખની બરાબરી કરી શકો, બહુ બહુ તે, ચંદ્રની શોભા તારા મુખની શોભાના એકાદ અંશની બરોબરી કરી શકતી,–આ વિચાર રાજાના કરુણરસને જ પ્રગટ કરે છે. વળી, જેની છાતી તારું શયન હતું” એ વચન પણ તેમને પ્રેમ એ ગાઢ હિતે કે અધી પથારીમાં સૂવા જેટલે પણ વિગ સહી ન શકે એમ સૂચવી કરુણરસને જ વ્યક્ત કરે છે. “ક્ષણમાં એમ કહ્યું છે તે એ બતાવે છે કે તારા વિગ પછી હું આટલે કાળ જીવતે રહ્યો એ મારી કઠોરતા કેવી ભારે હશે. આથી બધે પ્રેમ એટલે હિતે એમ તારે માનવું એવું એ કહે છે. છેલ્લે ચરણ તે જ આ વગેરેની સમજૂતી પહેલાં (૧-૫૦; પૃ. ૪૪) અપાઈ ચૂકી છે.
આમ, વાક્યની અવનવી ભંગિથી વ્યક્ત થતે હોઈ કરુણરસ ચહેલાં કરતાં જુદો જ આસ્વાદ દર વખતે કરાવે છે.
પાંચમા અંકમાં“રાજા (અત્યંત ઉત્કંઠાપૂર્વક નિસાસે નાખીને):
શું તે સુંદર લલાટ ઉપર ભવાં ચઢાવશે? શું તે આંસુની ધારાથી ગાલ પરની પીળી પત્રલતા ધોઈ નાખશે?