________________
૩૩ર વક્રોક્તિજીવિત
[૪-૭૮ જાગતી હતી, એટલે પિતાનું કૌશલ બતાવવા માટે એ ગમે તે પ્રાણીને મારી નાખી શકે. કારણ એણે મારી નાખેલું પ્રાણુ જ્યારે માનવ હોય ત્યારે આ દલીલ ચાલી ન શકે. અને તેમાંયે મારનાર
જ્યારે દશરથ જેવી વ્યક્તિ હોય જે સૂર્યવંશને મુગટમણિ હોય, સર્વવિદ્યાને ભંડાર હોય, કીતિને જ ધન માનતે હોય, આવું ધન્ય નામ ધરાવતું હોય, દેના રાજા ઈન્દ્રના અર્ધા ઈન્દ્રાસનને અધિકારી હોય, તે આવું ન કરવા જેવું કામ કરે એ પહેલી નજરે તે મહર્ષિએ કહ્યું છે તેમ બચાવ ન થઈ શકે એવું જ લાગે. આ બધું એ ગ્રંથમાં ખૂબ સુંદર રીતે પ્રગટ કરેલું છે. અહીં માત્ર થોડા જ લેકે ઉતાર્યા છે–
“પવનથી તૂટી પડેલી રાળના ખીલેલા વૃક્ષની ડાંખળીઓ જેવા (પીળા) વાઘે ગુફામાંથી છલંગ મારીને સામે આવતાં જ એ નિભીક બાણાવલી વિશેષ અભ્યાસથી ઝડપી બનેલા હાથે ક્ષણમાં તેમનાં મેંને બાણથી ભરી દઈ ભાથાં બનાવી દેતે.” ૨૫
“ઘડાની પાસેથી ઊડી જતા સુંદર પીછાંવાળા મેરને પણ, પ્રિયાના રતિકેલિ દરમ્યાન છૂટી ગયેલા રંગબેરંગી ફૂલેની વેણીવાળા અંબોડાનું એકાએક મરણ થતાં, તે બાણનું નિશાન ન બનાવતે.” ૨૬
ઈન્દ્રના જે પ્રભાવી એ રાજા, કોઈ હરણ સામે બાણ તાકે અને જે હરિણી દેહ આડે ધરીને ઊભી રહે તે કામી હોવાને કારણે દયાથી કોમળ મનવાળે એ બાણાવલી કાન સુધી ખેંચેલું બાણ પાછું વાળી લેતે.”
(રઘુવંશ, ૯-૬૩, ૬૭, ૫૭) ૨૭ આ બધાં નાનાવિધ વાચવાચકના ઔચિત્યને લીધે સુંદર લાગતાં વાક્યોને લીધે રાજા મૃગયાના વિવિધ વ્યાપારમાં રમમાણ હતે એની બરાબર પ્રતીતિ થાય છે. જેમ કે –