________________
૩૩૦ વક્રોક્તિજીવિત
[૪-૭-૮ અથવા મારાં ચાટુ વચનેથી રીઝીને લજજાથી નીચું માથું કરીને ઊભી રહેશે? અથવા આ બધા જઠ ઉપચારથી શું? ગમે તેમ કરીને એ પ્રિયાને શાંત કર.” ૨૨
વાસવદત્તાના અવસાનના સમાચાર મળતાં તેની સાથે પુનર્મિલન થવાનું બિલકુલ અશક્ય છે એમ માની વત્સરાજ પવાવતીને પરણી ચૂક્યો છે, વાસવદત્તા ફરી મળવાની લેશ પણ આશા રહી નથી, તેમ છતાં ક્ષણિક જાગેલા સુક્યને કારણે તે ઉન્માદમાં હોય તેમ માની લે છે કે પ્રદ્યોતરાજની પુત્રી (વાસવદત્તા) પિતાને પાછી મળી છે અને તેને રીઝવવાના જુદા જુદા ઉપાયને વિચાર કરે છે. આ બધું કરુણરસને પરાકાષ્ઠાએ પહોંચાડે છે.
એ જ અંકમાં – - હે પ્રિયે, તારી પાછળ મરવાને હું તૈયાર નહે થયે? જટા ધારણ કરીને રડતે રડતે હું નિર્જન વનમાં નહેતે ભટક્યો? તને ફરી પ્રાપ્ત કરવાને લેભે જ હું (જીવવાનું) આ ડું પાપ કરું છું એથી શું? મેં એવું શું કર્યું છે કે તે ક્રોધે ભરાઈને મને જવાબ પણ આપતી. નથી ?” ૨૩
આમ કહીને રડે છે.” આમ પૂરા થતા પ્રસંગથી સહેજ ઉન્માદાવસ્થા પ્રગટ થાય છે અને તે કરુણરસને જ ઉદ્દીપિત કરે છે..
છઠ્ઠા અંકમાંરાજાઃ હા દેવી,
તને ફરી પ્રાપ્ત કરવાના પ્રભનથી મંત્રીઓએ મને જીવતે રહેવાની ફરજ પાડી. તેમની વાત માનીને મેં આ પાપી દેહ ત્યાગ ન કર્યો તેથી કંઈ તારા પ્રત્યે મને નેહ નથી એમ માની ન લેવું. તારી પાછળ આવવાને તે જ અવસર હતું, પણ મેં ધીરજ રાખી અને હવે આ