________________
૪-૩-૪]
વક્રોક્તિજીવિત ૩૨ શકુંતલા જ્યારે પતિને મળવા જતી હોય છે ત્યારે તેની કિસલયકમળ અંગુલિને શોભાવતી એ વીંટી, વાંકીચૂકી વહેતી નદીના પાણીમાં તે નાવા પડી હતી ત્યારે તેની જાણ બહાર સરી પડે છે. તેમાં જડેલા નંગને રસાદાર માંસને ટુકડો સમજી એક માછલી વીંટી ગળી જાય છે. થોડા દિવસ પછી એક માછી એ માછલીને પકડે છે અને તેને ચીરતાં મળેલી વીંટી પાછી રાજાને સેપે છે. કથાગૂંથણીનું આવું કૌશલ સેના ભંડારના કળશરૂપ બની રહે છે. અને એને લીધે આખા નાટકને કેઈ અપૂર્વ શોભા પ્રાપ્ત થાય છે. વળી, યેગ્ય સમયે ભ્રમરને ઉપાલંભ આપતું ગીત રાજા સાંભળે છે અને મુનિના શાપથી તેની સ્મૃતિ લેપ પામેલી હોવા છતાં તેને ગર્ભિતાર્થ પામી જાય છે. તેના અંતરમાં ઊંડે ઊડે પહેલાંના પ્રેમની વાસના ર્યા કરે છે અને તેથી તે ખૂબ જ અસ્વસ્થ રહે છે. જેમ કે –
“ર નિહાળી, મધુરા સુણતાં જ શબ્દ, બેચેન થાય બહુ જે સુખિયેય જીવ, તે તે મેરે મન વડે, વિણ પૂર્વભાન, સંસ્કારથી સ્થિર ભવભવ કેરી પ્રીતિ.”
(અ. શા. પ-૨, અનુ. ઉમાશંકર જોશી) ૯ અહીં શકુંતલાનું આ મુગ્ધ અને સુભગ સ્મરણ સહદના હૃદયને ચમત્કારનું કારણ થઈ પડે છે. એટલું જ નહિ, તેને પાછી કાઢવામાં આવે છે, એંધાણીની વીંટીની વાત છેટી માનવામાં આવે છે, કવના શિષ્ય કહેલી તેની સાથેના લગ્નની અને શકુંતલા ગર્ભવતી થયાની વાતથી પણ રાજા ભારે રોષે ભરાય છે. ત્યારે સ્વાભાવિક લજજાનું ઉલ્લંઘન કરીને તાપસ તેને મેં ઉપરનું અવગુંઠન એકદમ હટાવી દે છે છતાં રાજા તે એવા ભ્રમમાં જ રહે છે કે આ પરસ્ત્રી છે. જોકે તેણે જોયેલી બધી સ્ત્રીઓના સૌદર્યને ટપી ૨૦