________________
૪-૩-૪]
વક્રોક્તિજીવિત ૩૧૯
૩
ઐતિહાસિક વસ્તુ લીધું હૈાય ત્યારે પણ, સૌંદર્ય સાધવા માટે, કવિ જો સહેજ પણ ચારુત્વયુક્ત કહિત વસ્તુ ચેાજી શકે તા તેથી પ્રકરણવકતા એવી તા આર ખીલી ઊઠે છે
કે જેથી તે પ્રકરણ રસની પરાકાષ્ઠાએ પહૈાંચી આખા પ્રબંધના પણ વિતરૂપ બની જાય છે.
સહેજ પણ ચારુત્વયુક્ત કલ્પિત વસ્તુ ચેાજવાથી વક્રતા એવી તા આર ખીલી ઊઠે છે- એટલે કે કૃત્રિમ કહેતાં ઉપજાવી કાઢેલા વસ્તુની યાજનાના ચારુત્વને લીધે અલૌકિક વક્રતા ખીલી ઊઠે છે, અર્થાત્ સહૃદયના હૃદયને આકષ ક થઈ પડે છે. શામાં ? તે કે કથાનું વૈચિત્ર્ય સાધવામાં. કેવી કથા ? તા કે ઐતિહાસિક એટલે કે પ્રસિદ્ધ વસ્તુવાળી હાય તાપણુ. એવી તે' કહ્યું છે એટલે જેવીની અપેક્ષા રહે છે, માટે કહે છે કે જેથી પ્રકરણ આખા પ્રબંધના જીવિતરૂપ થઈ પડે એવી’. અહીં પ્રબંધ એટલે સ`બંધ મહાકાવ્ય વગેરે સાહિત્યપ્રકાર સમજવા. એ કેવા ? તે કે રસની પરાકાષ્ઠાએ પહેાંચેલે અર્થાત્ શૃંગારાદિ રસથી ભરપૂર.
આ બધાના સાર એ કે વિખ્યાત અને વૈવિધ્યસભર રુચિર કથાઓના ભડાર સમા અને રસાના સાગર સમા મહાભારત વગેરેમાંથી કથાવસ્તુ લીધું હોય તેપણુ તેમાંની કથાઓની ઉચ્ચા વચતા નક્કી કરવાનું કોઇ પ્રમાણ ન હેાવાથી કવિએ માત્ર એવું જ કથાવસ્તુ પસંદ કરવું જે રસભાવની નિષ્પત્તિ કરવાને અને ભાવકમાં શ્ચય ઉત્પન્ન કરવાને સમર્થ હાય અને જેમાં પેાતાની અત્યંત મધુર કહેતાં રમણીય પ્રતિભાને ખીલવાના પૂરે અવકાશ હાય. કવિ જ્યારે પ્રકરણની વક્રતામાં આવા પ્રકારનું સૌંદર્યાં લાવી શકે ત્યારે બધા કવિએ અને રસિકોની પરિષદને પરમ સંતાષ આપી શકે છે.
-