________________
૪-૧-૨]
વતિજીવિત ૩૧૭ ત્યાં જ એટલે કે તે નાટકમાં જ જોઈ લેવાં.
અથવા તે જેમ કે “રઘુવંશ'ના પાંચમા સર્ગમાં રઘુની વાત આવે છે. તે ચારે સાગરે જેને મેખલાની જેમ વીંટી વળેલા છે એવી પૃથ્વીને ધણી છે. તેણે વિશ્વજિત યજ્ઞ કરીને હમણાં જ પિતાની સર્વ સંપત્તિ દાનમાં આપી દીધી છે. સ્વભાવગત ઉદારતાના નમૂનારૂપ એ રાજા પાસે એ વખતે વરતંતુને શિષ્ય ઈચ્છિત દાન મેળવવાની આશાએ આવે છે અને તેને માટીના પાત્રમાં અર્થ અપાતાં તેની બધી આશાઓ ધૂળમાં મળે છે અને તે નિરાશ થઈને પાછો વળવા તૈયાર થાય છે, ત્યાં રઘુ તેને રોકીને
“હે વિદ્વાન, તમારે તમારા ગુરુને શું આપવાનું છે? અથવા કેટલું ધન આપવાનું છે?” (રઘુવંશ, ૫–૧૮) ૪
ત્યારે જવાબમાં શિષ્ય કૌત્સ કહે છે કે મારે ગુરુને ચૌદ કરોડ સુવર્ણમુદ્રા આપવાની છે. એ સાંભળીને રાજા કહે છે –
હે માન્યવર, બેત્રણ દિવસ રોકાઈ જાઓ. ત્યાં સુધીમાં હું તમારી ઈચ્છા પૂરી કરવા પ્રયત્ન કરું છું.” (રઘુવંશ, ૫-૨૫) ૫
આમ, પિતાના મનની મૂંઝવણ છુપાવીને અપાર ગાંભીર્ય અને ઉદારતા બતાવતે તે અગ્નિપૂજાના મંદિરમાં ઊભે હતું ત્યાં તેને વિચાર સૂઝયો કે કુબેર મારે સામંત છે, અને તેના ઉપર ચડાઈ કરવાને તે વિચાર કરે છે. કુબેર ઉપર ચડાઈ કરવાને વિચાર જ સહૃદયેના હૃદયને આનંદ આપનાર થઈ પડે છે. એ પછી ઉપરાઉપરી આવતાં મેતી જેવાં અમૃતમીઠાં વચને મૂળ ગ્રંથમાંથી જ માણવા જેવાં છે. એ પ્રકરણના પ્રાણ જેવી સુંદરતાને પરિચય કરાવવા અહીં થોડું ઉતારીએ છીએ. જેમ કે –
ચડાઈથી ડરી ગયેલા કુબેર પાસેથી મળેલા સેનૈયાને ઈન્દ્રના વજથી તૂટેલા મેરુના શિખર જે ઝગારા મારતે