________________
ઉન્મેષ ચેાથો સકળ સાહિત્યના સર્વસ્વરૂપે વાક્યવકતાની રજૂઆત કર્યા પછી હવે કમપ્રાપ્ત પ્રકરણવક્રતાનું અવતારણ કરે છે.
જ્યારે પાત્રો અનિયંત્રિત ઉત્સાહથી શોભતી અને પોતાના આશયને વ્યક્ત કરે એવી વાણુ ઉચ્ચારતાં હોય,
જ્યારે કૃતિને કહપેલે અંત શરૂઆતથી (અત સુધી) અકચ્છ રહે ત્યારે જે અસીમ કૌશલ પ્રગટ થાય છે તે પ્રબંધના એશ કહેતાં પ્રકરણની વકતા કહેવાય,
પ્રબંધના અંશની કહેતાં પ્રકરણની એટલે કે કઈ એક પ્રસંગ કે ઘટનાની વક્રતા અર્થાત્ ચારુતા અસીમ હોય છે, તેને કઈ મર્યાદા હોતી નથી. જ્યારે તે તે કાર્ય કરનારાં પાત્રોની પ્રવૃત્તિ સારી રીતે વર્ણવાઈ હોય છે ત્યારે એ ખીલી ઊઠે છે. એ પાત્રની પ્રવૃત્તિઓ અનિયંત્રિત ઉત્સાહથી થતી વર્ણવાયેલી હોય ત્યારે સુંદર લાગે છે. આમ થાય ત્યારે તેમની પ્રવૃત્તિ તેમના સ્વભાવને અને તેમના આશયને પ્રગટ કરતી હોય છે. શું હોય તે? તે કેકથાના પ્રારંભથી તે ઠેઠ અંત સુધી કુતૂહલ કાયમ રહેતું હોય તે, અંત શે આવશે એને કેઈને પહેલેથી ખ્યાલ ન આવતું હોય તે.
એને અર્થ એ છે કે જ્યારે ઉદાત્ત નાયકે કાર્ય કરતા જોવામાં આવે ત્યારે તેમના અંતરને આશય શો છે એ વિશેનું કુતુહલ કથાના મધ્ય ભાગમાં વણસંતોષાયેલું જ રહેવું જોઈએ