________________
૩-૬૩]
વતિજીવિત ૩૧૩ પ્રત્યેક અલંકાર પિતાને રૂપે પિતાને સ્થાને સરખે જ શોભતે હોય તે તેમની વચ્ચે પરસ્પરાવલંબનના અભાવે તે બંને ભેગા મળીને એક વિશેષ્ય બની ન શકે. એટલે અહીં દ્વન્દ સમાસ માની શકાય એમ નથી. વિશેષણ સમાસ માનીએ તોયે આખા વાક્યમાં કે વાક્યના એક ભાગમાં એ બંને (વિશેષણ અને વિશેષ) ભેગાં રહેલાં હોવાં જોઈએ. પ્રકાશ અને છાયા જેવા પરસ્પરવિરોધી બે પદાર્થો એક જ જગ્યાએ હોય એ તર્કસંગત નથી. આમાંના કઈ એક વિકલ્પની હિમાયત કરીએ તે સ્પષ્ટ શબ્દોમાં કહેવાયેલી તે બંનેની સ્પષ્ટ ભિન્નતા માનવાને વારે આવશે, અને પછી બીજાના અસ્તિત્વને ઈન્કાર કરવાને પણ અવકાશ રહેશે નહિ. આમ એ બંને પરસ્પરાવલંબી ન હોઈ એને આપણે સમુદાયરૂપ વિશેષણ સમાસ પણ ગણી શકીએ એમ નથી, કારણ કે તેમાં તે બે મળીને એક સમગ્ર વસ્તુ થવી જોઈએ. એટલે આપણે એને બે અલંકારના સંકરને દાખલે માન રહ્યો, જેમાંના કોઈ એકને નિર્ણાયક ન ગણું શકાય, કેમ કે બીજા અલંકારને પણ તર્કદોષ વહેર્યા વગર સ્વીકાર થઈ શકે એમ છે.
જોકે આ દાખલામાં તે આપણે એને સંશય પડતાં સંકર અલંકાર તરીકે ઘટાવી શકીએ, જેમાં બે અલંકારે ભેગા થયા છે, પણ જે આપણે ચુસ્ત રીતે તર્કને વળગી રહીએ તે બે અલંકાર વચ્ચે આપણે સંશયની જે દેલાયમાન સ્થિતિ અનુભવીએ છીએ એટલે કે કયે મુખ્ય એને ચોક્કસ નિર્ણય કરી શકતા નથી, એ હકીક્ત, બંનેને સ્વીકાર કરવા છતાં, આપણને મૂંઝવણમાં મૂક્યા વગર નહિ રહે. અને જે કંઈ વ્યંજનાથી સમજીશું તે પણ અનિશ્ચિત જ હશે. એટલે આપણે એવા નિર્ણય ઉપર આવવું રહ્યું કે કાવ્યમાં કઈ વાક્યની ચારુતાને આધાર કઈ ત્રીજા જ પ્રકારના અલંકાર ઉપર રહેલું છે, જે સ્પષ્ટ પ્રતીય. માન અને સસંશય પ્રતીયમાન સંકર કરતાં તદ્દન જુદો જ હોય.