________________
:૩૧૪ વાક્તિજીવિત
[૪–૧–૨
તેમની સતત ચાલુ રહેતી આવી પ્રવૃત્તિએથી એ પ્રકરણની તેમ જ એકંદરે આખા પ્રબંધની ચમત્કારકતામાં અને તેની ચારુતામાં વધારે થાય છે. જેમ કે ‘અભિજ્ઞાનજાનકી' નામના નાટકમાં ત્રીજા અંકમાં વાનરવીરા સમુદ્રને જોતાં જ, પેાતાની આવડત અને મળને પિછાન્યા વગર જ અને સીતાપતિ રામનાં દિવ્યાસ્ત્રોના પ્રભાવને જાણ્યા વગર જ, સેતુ બાંધવા મંડી પડે છે, તે વખતે સેનાપતિ નીલ કહે છે
ચારે કોર હજારા પર્વતા પડયા છે, જે તમારે મન તેા કીડીના રાફડા જેવા છે, તમારી પ્રચંડ ભુજાએ ભારે પરાક્રમ કરવાને સળવળી રહી છે, તમે સાગરને એક ચાંગળામાં પી જનાર અગસ્ત્ય મુનિની વાત તે સાંભળી છે. તા પછી ગાયની ખરી જેટલા ખામડા જેવા આ સાગરને પૂરી દેવા એની શી વિસાત? આ વાનરી, તમને ઉત્સાહ નથી ચડતા ?’૧
નેપથ્યમાં કાલાહલ પછી વાનરાના ઉત્તર સ'ભળાય છે—
વાનરામાંના કેટલાક તે આનંદ અને ઉત્સાહ પૂર્વક પર્વતાને દડાની જેમ ઉછાળી રહ્યા છે, લાપામુદ્રાના પતિ અગસ્ત્યની વાત પણ અમે જાણીએ છીએ પણ પવનસુત હનુમાનના ઉચ્છિષ્ટને અડતાં અમને શરમ આવે છે.” ર
આ શ્લાકમાં ‘ઝુનુમાનનું ઉચ્છિષ્ટ' એ પ્રયાગમાં પર્યાયવક્રતા જોવા મળે છે. રામે જ્યારે એમ કહ્યુ... કે હું આ, આ વાનરા માટે સાગરને ખાંધવા એ મુશ્કેલ કામ છે’ ત્યારે જામવાને આપેલા ઉત્તર પણ એટલે જ સુદર છે—
નિઃસીમ મનારથ પણ જેને આંખી ન શકે એવાં કાર્યો મહાપુરુષો આરંભે છે અને તેમાં વિજય પણ પામે છે.” ૩
આવાં અભિનવ આસ્વાદને લીધે સુંદર બીજા... સુભાષિતા પણ