________________
૩૨૦ વક્રોક્તિજીવિત
[૪-૩-૪ આખા પ્રબંધમાં પણ કવિપ્રતિભાએ કરેલા આવા નવા સુધારાને લીધે તેના સૌંદર્યની કાતિમાં એ વધારે થાય છે કે જાણે કોઈ ચિત્રકારે જૂના તૂટી ગયેલા ચિત્રને નવી રેખાથી મઠારી, ન કાઢ્યું હોય.
અભિજ્ઞાનશાકુંતલ' નાટકમાં (પાંચમા અંકમાં) શકુંતલાને જોતાં જ તેના અપ્રતિમ લાવણ્યની સ્મૃતિ નાયકમાં એવી રીતે જાગે છે કે તેને પરદાર તરીકે તિરસ્કાર કરવાની સંભાવના પણ કાયમ રહે શકુંતલા દુષ્યતની સ્મૃતિને તાજી કરવા પ્રથમ મિલન વખતના વિશ્રેભાલાપના પ્રસંગે કહે છે, જેમાં બંનેને પરસ્પર પ્રત્યે પ્રેમ પ્રગટ થાય છે અને જે એટલા તે નાજુક અને અંગત છે કે વિશ્વાસ પેદા કર્યા વગર રહે જ નહિ. એ બધું સાંભળ્યા પછી પણ દુષ્યત શકુંતલાને કેમ ઓળખી શકતે નથી એનું કારણ મહાભારતમાં જણાવેલું નથી. એને તર્કસંગત ખુલાસે આપવા માટે કવિએ દુર્વાસાના શાપને પ્રસંગ ઉપજાવી કાઢો છે. દુર્વાસા ક્રૂર સ્વભાવના, ભારે ક્રોધી અને દયામાયા વગરના ઋષિ છે, અને તે છેડા અપરાધથી પણ એકદમ ગુસ્સે થઈ જાય છે. દુર્વાસાના એ પ્રસંગમાં શકુંતલા પોતાના પ્રિયતમના પ્રથમ વિરહના દુઃખથી અસ્વસ્થ ચિત્ત થઈને પિતાની કુટીમાં સૂતી હોય છે ત્યાં તેને આંગણે આવેલા આ મહર્ષિ પિતા તરફ ધ્યાન ન આપ્યું માટે ક્રોધમાં આવી શાપ ઉચારે છે–
જેને રહી ઝંખી અનન્યચિત્ત ચૈ આવેલ જાણે ન તપસ્વીને મને, સંભારી આયે સ્મરશે ને તેય તે, પ્રમત્ત પૂર્વે કરી વાતને યથા.”
| (અ. શા. ૪–૧, અનુ. ઉમાશંકર જોશી) ૮ અને ચાલવા માંડે છે, ત્યાં શકુંતલાની બે સખીઓ ગભરાઈને મુનિને કાલાવાલા કરતાં પ્રિયતમાને આપેલ વીંટી જતાં શાપ પૂરે થશે એવી શાપની મર્યાદા બાંધી આપે છે. અને કણવની દીકરી