________________
૩૧૪ વક્રોક્તિ જીવિત
[૩-૬૪ હવે ગ્રંથકાર સમગ્ર વાક્યવકતાનું સ્વરૂપ વર્ણવે છે –
લાવયાદિ ગુણેથી ઉજજવળ, પ્રત્યેક પદના ન્યાસને લીધે આકર્ષક, સુંદર પણ અલ્પ અલંકારને લીધે મનહર લાગતી, અત્યંત રસમય હેવાને કારણે આહાદવાળી, સુંદર અભિવ્યક્તિપૂર્ણ સુકવિની વકતાભરી વાણુ નાયિકાની પેઠે હૃદય જીતી લીધા વગર રહેતી નથી.
અનેકવિધ રીતે શોભાયમાન વાક્યની વકતાને સમજાવવા માટે ગ્રંથકાર એક ઉદાહરણ આપે છે. આવું બધી રીતે ચારુતાયુક્ત વાક્ય નાયિકાની પેઠે રસમય હોવાને કારણે મન હરી લઈ શકે છે. એ વાણી કેવી? તે કે લાવણ્ય વગેરે ગુણોથી ઉજજવળ કહેતાં પ્રકાશતી. પ્રત્યેક પદના વિન્યાસથી એટલે કે પ્રત્યેક નામ, ક્રિયાપદ વગેરેની ગોઠવણીથી શોભતી, વૈદધ્યમંગિપૂર્વક રચાયેલા અલ્પ અલંકારોથી સૌંદર્યને ભંડાર બની જતી. વળી કેવી? તે કે ઉદાર કહેતાં સુંદર અભિવ્યક્તિવાળી, એ જ રીતે અત્યંત રસમય, કહેતાં અનુરાગમય હોવાને કારણે આદ્ધ હૃદયની કાન્તા પણ વિવિધ વિલાસને લીધે આકર્ષક થઈ પડે છે. નાયિકા પક્ષે લાવણ્ય વગેરે સૌદર્યવાચક ગુણે છે, પદન્યાસ એ પગલાં મૂકવાની રીત છે, વિલાસ એ વિશેષ ચેષ્ટાઓ છે અને વાક્ય પક્ષે વિચ્છિત્તિ એ વિદગ્ધતા છે, વાણી એ વાક્ય છે, ભૂષણે એ અલંકારે છે, અને કવિની અભિધા એ વાણી અને પ્રબંધ રચનાનું સામર્થ્ય છે. શ્રીરાજનક કુસ્તક વિરચિત વક્તિછવિત કાવ્યાલંકારમાં
ત્રીજે ઉમેષ પૂરે થયે.