________________
૩-૬૩]
વતિજીવિત ૩૧૧ “જ્યારે સરખી સંખ્યાની વસ્તુઓને નિર્દેશ કરે છે ત્યારે તેમની ગણના ક્રમસર કરવી.” એ સૂત્રનાં બધાં જ ઉદાહરણ અલંકારમાં ગણાઈ જશે, જે બેહૂદું છે.
(ભામહ) વગેરે કેટલાક આચાર્યોએ આશી: વગેરેને અલંકાર માન્યા છે, પણ તેમને અલંકાર ગણી શકાય એમ નથી. એટલે અમે આશીની વ્યાખ્યા અને ઉદાહરણ અહીં આપતા નથી. કારણ, એમાં ઈરછેલી વસ્તુ જ મુખ્ય વણ્ય વિષય હોય છે એટલે તે જ અલંકાર્ય હોય છે, જેથી પ્રેલિંકારમાં જે દેશે બતાવ્યા છે તે બધા જ અહીં પણ લાગુ પડે છે.
“જે આશીને જુદે અલંકાર ગણવામાં આવે તે એની દશા પ્રેયસ કરતાં જુદી નહિ થાય. એની પણ બીજા અલંકારે સાથે સંસૃષ્ટિ કે સંકર થઈ શકવાં જોઈએ અને બીજા દાખલાએમાં પણ એ હવે જોઈએ.” ૨૧૬
(આ અંતરક છે.)
વિશક્તિ પણ સ્વતંત્ર અલંકાર નથી કેમ કે બીજા અલંકારમાં એને સમાવેશ થઈ જાય છે અને એ પણ અલંકાર્ય છે, અલંકાર નથી. એનું ઉદાહરણ –
“કામદેવ એકલે ત્રણ લેકને જીતે છે. શંભુએ એનું શરીર હરી લીધું પણ એનું બળ ન હર્યું.” (ભામહ, ૩-૨૪) ૨૧૭.
આ લેકમાં સકળ લેકમાં પ્રસિદ્ધ વિજેતાપણું કરતાં જ જ કામદેવનું વિજેતાપણું એ જ મુખ્ય વાક્યર્થ એટલે કે વર્થ વિષય છે. (એ કંઈ અલંકાર નથી, બલકે અલંકાર્ય છે.)
એ જ રીતે સૂમ, લેશ, હેતુ પણ અલંકાર નથી. ભામહે કહ્યું છે કે –
બહેતુ, સૂક્ષમ અને લેશ અલંકારે નથી. કેમ કે આખા કથનમાં વક્રોક્તિને અભાવ હોય છે.” (ભામહ, ૨-૮૬) ૨૧૮