________________
૩૫૦ વક્રોક્તિજીવિત
[૩-૬૨, ૬૩ આમ, તર્કસંગત રીતે અલંકારની સમજૂતી આપ્યા પછી ગ્રંથકાર કહે છે કે કેટલાક અલંકારેની વ્યાખ્યા કરી નથી તેમ છતાં એમાં અવ્યાપ્તિદોષ નથી. કેમ કે –
જે કેટલાક અલંકારે બીજા અલંકારમાં સમાઈ જાય છે તેમ જ જેમાં સૌદય નથી તેમને અલંકાર ગણવા જ યોગ્ય નથી.
જે એટલે કે પહેલાં ન કહેલા એવા કેટલાક અલંકાર અલંકાર ગણાવાને સહેજ પણ પાત્ર નથી. શાથી? તે કે એ અલંકારે બીજા અલંકાર જેવા જ છે, તેનાથી જુદા નથી માટે. અને તેમનામાં સૌંદર્ય કહેતાં શોભા નથી માટે. ઉપરાંત, કેટલાક અલંકારે પિતે જ અલંકાર્ય છે, એટલે તેમને અલંકાર ગણું શકાય જ નહિ. આમ
પ્રાચીએ સ્વીકારેલા યથાસંખ્ય અલંકારને ઉપરનાં બે કારણે સર અને અલંકાર તરીકે સ્વીકાર્યો નથી.
પ્રાચીને એ એનું ઉદાહરણ આ પ્રમાણે આપ્યું છે–
તે તારાં મુખ, કાન્તિ, દષ્ટિ, ગતિ, વાણી અને વાળથી કમળ, ચંદ્ર, ભ્રમર, હાથી, કોકિલ અને મેરને હરાવ્યા છે.” (ભામહ, ૨-૯૦) ૨૧૫
આ ઉદાહરણ એની વ્યાખ્યા કરનારે જ રચેલું છે, તેમ છતાં એમાં અભિવ્યક્તિનું કેઈ સૌંદર્ય નથી તેમ ચમક પણ નથી. જેઓ એમાં ચારતા છે એમ કહે છે, તેઓ પણ એ ચારુતાનું કારણ સામ્ય કે વ્યતિરેક નહિ પણ સરખી સંખ્યાને ગણવે છે. જે સરખી સંખ્યાને ચારતા ગણવામાં આવે તે તે પાણિનિના