________________
૩૦૮ વક્તિજીવિત
[૩-૬ સૂકવી નાખી છે કે શિવના શેખરમાં વિરાજતા ચંદ્રનાં કિરણોથી શોભતી ક્યારીવાળા કેલાસના ઉપવનમાં આવેલી હોવા છતાં એ ફરી કદી અંકુરિત નહિ થાય.” ૨૧૩
ઉપરના ઉદાહરણની પેઠે આમાં પણ રૂપક વગેરે અલંકારે પરસ્પર ભેગા થવાથી પ્રાપ્ત થતી સૌંદર્યશેલા અનુભવાય છે.
આમ, સંસૃષ્ટિનું નિરૂપણ કર્યા પછી એવી જ શોભા ઉત્પન્ન કરનાર સંકર અલંકારનું નિરૂપણ કરે છે–
જ્યારે આ બધા અલંકારે એકબીજા સાથે સેળભેળ થઈને વાક્યમાં અનેક રીતે સકુરાયમાણ થતા હેય ત્યારે સંકર નામે અલંકાર કહેવાય છે.
આને સમજાવતાં કહે છે કે રસવદહંકારથી માંડીને અત્યાર સુધી જે બધા અલંકારોની વ્યાખ્યા કરવામાં આવી તે બધા એકબીજામાં એવા તે ભેળસેળ થઈ જાય કે જુદા પાડી જ ન શકાય ત્યારે સંકર અલંકાર કહેવાય. એ બધા સેળભેળ થયેલા હોવા છતાં અપૂર્વ શેભા ધારણ કરે છે. એ અલંકારની પ્રત્યેકની અલગ શોભાને અવકાશ ન હોવા છતાં એ બધાના સંમિશ્રણથી, ઉત્પન્ન થતી અલંકારશેભાને સંકર નામ આપવું ઘટે છે. આમ આ સંકર નામ એવું છે જેમાં બધા જ અલંકારોને સમાવેશ થઈ જાય છે. જેમ કે
“હે રાજન, તારી કીર્તિલતાનાં અત્યંત સફેદ મૂળ શેષનાગની ફણારૂપે ઠેઠ પાતાળ સુધી પહોંચેલાં છે, એના નવા ફૂટતા અંકુરે દિગ્ગજોને દતુશળરૂપે ચારે દિશામાં જેવામાં આવે છે, એનાં પુપે આકાશમાં તારામંડળરૂપે ખીલી રહ્યાં છે, અને એનું ફળ સુધા કરતા ચંદ્રબિંબરૂપે ફળી રહ્યું છે.” ૨૧૪
આ લેકમાં કાતિલતાનું રૂપક, સિદ્ધોએ તેના સામ્યને આધારે આશંકા કહેતાં કલ્પના કરી એમ માન્યા વગર ટકી શકે