________________
૩૦૬ વક્તિજીવિત
[૩-૫૯ લીધે નયનને ઉત્સવ જે લાગતે આ ચંદ્ર નથી. વિરહીએનાં મન નિર્દયપણે વધીને તેમને જીતી લેવાના હેતુથી પુષ્પબાણેને તીણી ધાર કાઢવા માટે કામદેવે એને પિતાને પ્રતિનિધિ નીમીને મારી પાસે મોકલ્યા છે.” ૨૦૯
જેમાં ધમી તે ને તે રહે છતાં કેવળ ધર્મને ઢાંકી દેવામાં આવતું હોય એવી અપવ્રુતિનું ઉદાહરણ–
“કુસુમશર કહ્યો તું, ને શશી શીતરશ્મિ ઉભય દીસતું જૂઠું હું-સમાણ વિશે તે. કિરણ હિમભર્યાથી ચંદ્ર અગ્નિ ઝરે છે, તું પણ કુસુમબાણ વા જેવાં કરે છે.” (અભિજ્ઞાનશાકુંતલ ૩-૩. અનુ. ઉમાશંકર જોશી) ૨૧૦
આ શ્લેકમાં અભિવ્યક્તિનું ચિત્ર્ય સાધવા માટે ઢાંકી દેવાનું કાર્ય સ્પષ્ટ શબ્દોથી નથી કર્યું” (વ્યંજિત રાખ્યું છે). કુસુમશરત્વ વગેરે ધર્મોને ઉચિત સુકુમાર કાર્ય કરવાની શક્તિને બદલે તેથી વિરુદ્ધ એવી કરાલ કાર્ય કરવાની શક્તિનું નિરૂપણ કર્યું છે.
કોઈ વાર બે સાદને સંબંધ જોડીને પણ અપહૂનુતિ સાધવામાં આવે છે.
આકાશમાં અત્યંત તેજથી પ્રકાશતું, પૂરી કળાએ ખીલ્યું હોઈ સુંદર લાગતું આ કંઈ પૂર્ણચંદ્રનું બિંબ નથી; પણ માનથી કુલાઈ ગયેલા માણસેના અભિમાનના ચૂરેચૂરા કરવાને જેને એકમાત્ર સ્વભાવ છે એવા કામદેવને માથે ધરેલું વેત છત્ર છે.” (અલંકારસર્વસ્વ, દ્વિવેદી, પૃ. ૧૯૮). ૨૧૧
આ રીતે પ્રત્યેક અલંકાર અલંકાર્યને કઈ રીતે શોભાવે છે તે જણાવ્યા પછી હવે એ અલંકાર ભેગા થઈને એ કામ શી રીતે કરે છે તે કહે છે –