________________
૩-૬૦]
વક્રોક્તિછવિત ૩૦૭
શરુદાર્થો જેમ વાક્યમાં એકબીજા સાથે અન્વય.પામે છે તેમ જ્યારે અલંકારે એકબીજા સાથે જોડાઈને શોભે છે, ત્યારે સરુષ્ટિ અલકાર કહેવાય છે.
જ્યારે અલંકારે પ્રસ્તુત વસ્તુના સૌંદર્યમાં વધારે કરી ભિતા હોય છે ત્યારે તે સંસૃષ્ટિ નામે અલંકાર કહેવાય છે. કેવી રીતે શોભે છે? તે કે જેવી રીતે પદાર્થો વાક્યનું અંગ બની પિતે ગૌણ રહી પરસ્પર સાથે અન્વયરૂપી સંબંધ પામીને મુખ્ય વાક્યર્થને પરતંત્ર રહી, બધા શબ્દો મળી થતા વાક્યના તાત્પર્યને વ્યક્ત કરે છે તેવી રીતે આ અલંકારે પણ સંવાદપૂર્વક ભેગા થઈને વાક્યના જુદા જુદા ભાગમાં રહેલા હોવા છતાં પરસ્પર અન્વય પામી આખા વાક્યર્થની જ શેભામાં વધારે કરી સહૃદયને આનંદ આપનાર થઈ પડે છે, અને આખા વાક્યના સૌંદર્યમાં પોતે ગૌણ થઈને રહે છે. જેમ કે –
સંધ્યાને પ્રારંભ રાણીએ દેહદ અર્પેલા કુરવક જે અત્યારે શોભે છે. ધ્યાનની વચમાં આકાશના છેડા સુધી વિસ્તરેલી (જેના વસ્ત્રના છેડા લટકે છે એવી) સંધ્યાએ ભુવનમાં આવીને એને આલિંગન આપ્યું છે અને તાજા કેસરના જેવા લાલ સૂર્યકિરણરૂપી દષ્ટિપાતથી એને ખીલવે છે. અને એની ચંદ્રનાં કિરણરૂપી કળીઓ ઉપર અંધકારરૂપી ભ્રમરે ઊતરી પડયા છે. ૨૧૨
આ લેકમાં રૂપક વગેરે અલંકારે માંને પ્રત્યેક સુંદર હોવા છતાં તે બધા પરસ્પર એવી સુંદર રીતે ભેગા થાય છે કે આખા વાકયને અપૂર્વ શોભા પ્રાપ્ત થાય છે. અથવા જેમ કે–
“હે ભુજંગરાજ, તારી દષ્ટિમાંથી નીકળતા વિષની જવાળાથી તે આ કોમળ પલ્લવવાળી કેળને એવી તે