________________
૩–૧૩]
વાક્તિજીવિત ૨૨૩
કોઈ શરૂ કરેલા કાર્યનું સાધન દૈવવશાત્ આવી મળે, તેને સમાહિત કહે છે.” (કાવ્યાદર્શ ૩-૨૯૮) ૬૧ એના અર્થ સ્પષ્ટ છે.
“તેનું રૂસણું મુકાવવા માટે હું તેને પગે પડવા જતા હતા ત્યાં દૈવયેાગે મને મદદ કરવા મેઘગર્જના થઈ.” (કાવ્યાદર્શ, ૩-૨૯૯) ૬૨
આમાં આગલી વસ્તુનું પાછલી વસ્તુથી સમર્થન થાય છે, માટે એને સમાહિત કહે છે, એમ કેટલાક કહે છે, તે તેમ ભલે હાય. કારણ, આવી પરિસ્થિતિને સમાહિત કહેવા સામે કાઇને વાંધા છે જ નહિ. પણ એ બંને વસ્તુએ રસયુક્ત વૃત્તાંત છે, અને તેમનામાંથી એક પ્રધાન અને બીજું ગૌણુ એવું છે નહિ, એટલે તેમને અલંકાર ગણવા કોઇ રીતે ઉચિત નથી. અને એકસરખી રીતે વણ્ય વિષય જ છે. અહી. જો એવા અથ કરવામાં આવે કે મેઘગર્જના કેમ જાણે નાયકને મદદ કરવા માટે જ થઇ, તે અહીં ઉત્પ્રેક્ષા અલ’કાર થાય. આથી વધુ ચર્ચા કરવાની જરૂર નથી. આ રીતે, અત્યાર સુધીમાં સ્વાભાવિક સૌંદય ને લીધે મનેહર પદાર્થોના ચેતન અને અચેતન એવા એ પ્રકાર બતાવવામાં આવ્યા. હવે એ જ પદાર્થોને કવિપ્રતિભાને લીધે લેાકેાત્તર સૌંદર્ય પ્રાપ્ત થતાં તે નવું જ અપૂર્વ સૌદય પામે છે, તેની ચર્ચા કરવામાં આવશે. આ રીતે, અલંકારરચનાને લીધે જે સૌંદૃર્યાતિશય ઉત્પન્ન થાય છે, તેના ઉપરાંત હિદોને આહ્લાદ આપનાર કઈ તત્ત્વ અલંકાર્ય વસ્તુમાં હાતું નથી.
વસ્તુના જે પ્રસિદ્ધ ધર્મ હાય છે, તે વિચ્છિત્તિ કહેતાં અલંકાર બનતા નથી. તે જ તે શ્રેષ્ઠ કવિઓના વર્ણના-વિષય
હાય છે.'’ ૬૩
“એ જ વસ્તુધર્મ જ્યારે (કવિકૌશલને લીધે) લોકોત્તર સૌંદર્ય - પૂર્વક વર્ણવાય ત્યારે નવા જેવા લાગે, એ યેાગ્ય છે.” ૬૪ આ એ અંતરêાકો છે.